• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

ડો. બાબાસાહેબ આંબેડકરનું જીવન પ્રેરણાદાયી રહ્યું છે

નિરોણામાં પૂર્ણ દની પ્રતિમાનું અનવારણ

નિરોણા (પાવરપટ્ટી), તા. 18 : પાવરપટ્ટીના મુખ્ય મથક સમા આ ગામે ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ સાથે ગામના 33 પૂર્વ સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. નિરોણા ગ્રામ પંચાયતના પટાંગણમાં ગ્રામ પંચાયત અને એકતા સહારા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા, જિ.પં. વિરોધ પક્ષના નેતા રાજેશ આહીર, જશોદાબેન બળિયા નખત્રાણા તા.પં. સા.ન્યાય સમિતિ ચેરમેન, નરેશભાઈ મહેશ્વરી, અશ્વિન રૂપારેલ, જશાભાઈ આહીર, પચાણ સંજોટ, મોહન ચાવડા, માવજી મહેશ્વરી, સરપંચ નરોતમ આહીર, વગેરેએ બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વક્તાઓ ઉદ્બોધનમાં આંબેડકરનું સંઘર્ષમય જીવન અને દેશના ઘડતરમાં તેમના અમુલ્ય યોગદાનને યાદ કર્યા હતા. સરપંચે ગ્રામ પંચાયતો ખાતે બાબા સાહેબની પ્રતિમા ઊભી કરવા અનુરોધ કર્યો હતો. પંચાયતની સ્થાપનાથી લઈ અત્યાર સુધી નિરોણ ગ્રા.પંચાયતના 33 પૂર્વ સરપંચોને સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ ભાનુશાલી અને આભારવિધિ સુનિલ માતંગે કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd