નખત્રાણા, તા. 18 : તાલુકાના
લક્ષ્મીપર (નેત્રા)ની વાડીમાં શિયાળામાં આંબા પાકતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ફાગણ
માસમાં જે રીતે આંબાના ઝાડમાં મોર આવે તે રીતે ગત સપ્ટેમ્બર મહિનામાં મોર આવ્યા હતા
અને હાલે વૃક્ષમાં 15 જેટલા આંબા (કેરી) પાકવા પર છે. ઉનાળામાં પાકતું
અમૃતફળ શિયાળાની સિઝનમાં વિશ્રામભાઈની વાડીમાં જોવા મળતાં પ્રકૃતિપ્રેમીઓ આશ્ચર્ય સાથે
ફળ જોવા માટે વાડીની મુલાકાત લઈ રહ્યા છે.