• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

કારતકમાં પણ કચ્છમાં વાતાવરણીય વિષમતા યથાવત્

ધૂંધળાં વાતાવરણ વચ્ચે વહેલી સવારે અનુભવાતી ઠંડીની ચમક

ભુજ, તા. 17  : કારતક માસ અડધો વીતવાના આરે છે છતાં કચ્છમાં વાતાવરણીય વિષમતાનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. લઘુતમ પારો ગગડવાના વર્તારા વચ્ચે વહેલી સવારે ઠંડીની ચમક અને બપોરના સમયે ઉષ્ણ વાતાવરણ અનુભવાયું હતું. જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં સમયાંતરે આછાં વાદળોની હાજરી વચ્ચે ધૂંધળો માહોલ અનુભવાયો હતો. 19.7 ડિગ્રીએ નલિયા ડીસા બાદ રાજ્યનું બીજા નંબરનું ઠંડું મથક બન્યું હતું. ભુજમાં 21.6, કંડલા પોર્ટમાં 24.8 અને કંડલા (એ.) માં 21.8 ડિગ્રી લઘુતમ તાપમાન સામે મહત્તમ તાપમાન સરેરાશ 35 ડિગ્રી નોંધાયું હતું. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ છે પણ હજુ સાનુકૂળ દિશાના પવન ફૂંકાતા ન હોવાના કારણે શિયાળાની પકડ જામતી નથી. હવામાન વિભાગે લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી ગગડયા બાદ ફરી બે દિવસ બાદ પારો ઊંચકાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. કચ્છમાં સામાન્ય રીતે આ દિવસોમાં જેટલું લઘુતમ તાપમાન નોંધાવું જોઈએ તેના કરતાં બેથી ત્રણ ડિગ્રી ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd