• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

થાન જાગીરમાં નવ દિવસીય ખડગ તપસ્યા સંપન્ન

થાન જાગીર (તા. નખત્રાણા), તા. 19 : ધોરમનાથ દાદાની તપોભૂમિ ધીણોધર ડુંગરના આથમણે તળેટીમાં આવેલા પ્રાચીન ધર્મસ્થાનક થાન જાગીરમાં આશાપુરા માતાજીનાં મંદિરે નવરાત્રિના નવ દિવસની ખડગ તપસ્યાના તપસ્વી યોગી મોજનાથજી ગુરુ સોમનાથજી દ્વારા કરાયેલી તપસ્યાને વિરામ અપાયો હતો. થાન જાગીરના યોગી સોમનાથ હીરાનાથજી, ધીણોઘર ડુંગરના યોગી મહેશનાથજીના સાંનિધ્યમાં  પરંપરાગત ખડગધારી યોગી મોજનાથજીને મોકરશી જાડેજાના પંચોએ ખડગ પરથી તપસ્યાનું ઉત્થાપન કરાવ્યું હતું. થાન જાગીરમાં હોમ હવન, શોભાયાત્રા, મંદિર પરિસરના દર્શનવિધિ બાદ પારણાં કરાવ્યાં હતાં. તપસ્વીના હસ્તે  ઉપસ્થિત ભાવિકોને જવેરા વિતરણ કરાયા હતા. તપસ્યાનો વિરામ આપતા યોગી મોજનાથજીએ આશીર્વચન આપ્યા હતા. બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. તપસ્યા દરમ્યાન યોગી બાલકનાથજી, સંત જગજીવનદાસજી (જગુડાડા, બિબ્બર), કલ્યાણદાસજી મહારાજ, સરયુદાસજી મહારાજ, શંકરનાથજી, જ્વાલાનાથજી, હરિદાસજી, યોગી ઈશ્વરનાથજી, અજયનાથજી, કાલીનાથજી, કાનદાસજી, સેવાનાથજી ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓ જિ.પં. ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, રૂપસંગજી જાડેજા, વિક્રમસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ જાડેજા, ગુમાનસિંહ, અનુભા, મહાવીરસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, અુર્જુનસિંહ જાડેજા, અશ્વિનભાઈ ઠક્કર, દીપકભાઈ આઈયા, આહીર રવાભાઈ, માલાભાઈ સહિત વિવિધ પાંચાડાના ગ્રામજનો હાજર રહ્યા હતા. આ અવસરે સુરૂભા સોઢા, ભવાનીસિંહ સોઢા, મોહનભાઈ છાભૈયા, દિલાવરસિંહ જાડેજા, દેવાભાઈ રબારી, મહાવીરસિંહ સોઢા, હઠુભા, ભીમાભાઈ આહીર, રઘુવીરસિંહ સોઢા, વિશ્વનાથજી સોઢા, ભામુભાઈ રબારી, ઈશ્વર વાઘેલા, દેવુભા, અમૃત રબારીએ વ્યવસ્થા સંભાળી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd