• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ભારત-અમેરિકા વેપાર સંધિ જલ્દી

વોશિંગ્ટન, તા. 19 : ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી જલ્દી થઇ જશે, તેવું અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ભારત પ્રવાસ પહેલાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બન્ને દેશ સંધિને અંતિમ રૂપ આપવાની સાવ નજીક છે. મુંબઇમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત પહેલાં રૂબિયોએ સકારાત્મક સંકેત આપીને જણાવ્યું હતું કે, અમે ભારત સાથે વેપાર કરાર કરવા ઉત્સુક છીએ. રશિયાનાં તેલ-ગેસની ખરીદી મુદ્દે અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક પુરવઠા તેમજ કિંમતો પર અસર પડતી હતી એટલે અમારે આ છૂટ આપવી પડી. રૂબિયોએ એવું પણ સ્વીકાર્યું હતું કે, ભારત જેવા દેશો માટે પોતાની ઊર્જાના સ્રોત રાતોરાત બદલવા સરળ નથી. વેપાર સમજૂતીમાં ડેરી ક્ષેત્રનો મુદ્દો હજુ પણ અવરોધ સર્જી રહ્યો છે. અમેરિકા ભારતનાં ડેરીક્ષેત્ર સુધી પહોંચ મેળવવા માગે છે, પરંતુ ભારત હજુ તેના માટે તૈયાર નથી. માર્કો રૂબિયોનો ભારત પ્રવાસ બન્ને દેશોના સંબંધોની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. તેમની યાત્રા દરમ્યાન વેપાર, ઊર્જા, રણનીતિ, ભાગીદારી જેવા મુદ્દા પર ચર્ચા થશે. અમેરિકી વિદેશમંત્રી આવતીકાલે મંગળવારે મુંબઇમાં વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd