નવી દિલ્હી, તા. 19 : દરોડા પહેલાં
જેલમુક્ત કરવાના ઇન્કાર સાથે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા આશુતોષ રાંકા અને
સૌરવદાસને ઝટકો આપતાં વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટે સોમવારે બંનેને વધુ બે દિવસ માટે
ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દીધા હતા. પાંચ દિવસથી કેદ રાંકા અને દાસને હજુ પણ
તિહાર જેલમાં રહેવું પડશે. સીજેપીએ ઇરાદાપૂર્વક નેતાઓને છોડવામાં વિલંબનો આરોપ મૂક્યો
હતે. પોલીસે બંનેની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી હતી, જે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના મેજિસ્ટ્રેટે
મંજૂર કરી લીધી હતી. સીજેપી સ્થાપક અભિજિત દીપકેએ આરોપ મૂક્યો હતો કે, બેય નેતાને જેલમાં જ રાખવાના ઇરાદા સાથે જામીનની પ્રક્રિયામાં વિલંબ કરાઇ રહ્યો
છે. અમે બંનેની જેલમુક્તિ માટે આગળ પણ કાનૂની લડાઇ જારી રાખશું, તેવું દીપકેએ જણાવ્યું હતું. સીજેપીએ આરોપ મૂક્યો હતો કે, દાસ અને રાંકાની જેલમુક્તિ પર સુનાવણી કરવાના સ્થાને મેજિસ્ટ્રેટને મળેલી ધમકીભર્યા
સંદેશ પર ચર્ચા કરાઇ હતી.