રાપર, તા. 19 : મૂળ રાપરના અને હાલ ગાંધીધામના ભારતનગર ખાતે રહેતા નિહારિકાબેન
સોનીએ અરીસામાં જોઈને વાંચી શકાય તેવું ઊલટું લખાણ (મિરર રાઈટીંગ) અત્યંત ઝડપથી લખવાની
અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે માત્ર 2.37 મિનિટમાં આ કઠિન કાર્ય પૂર્ણ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. નિહારિકાબેને એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ
લગ્નજીવનની જવાબદારીઓ વચ્ચે મળતા ફાજલ સમયનો સદુપયોગ કરીને કોઈ પણ પ્રકારના કાચિંગ
વિના માત્ર પોતાની મહેનત, અભ્યાસ અને
આત્મવિશ્વાસના આધારે આ પડકારજનક કાર્ય પાર પાડ્યું હતું.રેકોર્ડ માટેની જરૂરી પ્રક્રિયા
ઓનલાઈન પૂર્ણ કર્યા બાદ તેમને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી એવોર્ડ સર્ટિફિકેટ અને
ટ્રોફી આપવામાં આવ્યાં હતાં. આ અનોખી સિદ્ધિ બદલ તેમને વિવિધ ક્ષેત્રોમાંથી અભિનંદન
પાઠવવામાં આવી રહ્યાં છે.