• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

આઇપીએલ મિની હરાજી : ખેલાડી 146 અને સ્લોટ માત્ર 27

મુંબઈ, તા. 19 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વુમન્સ પ્રીમિયર લીગની આગામી સિઝન માટે પ્લેયર્સ ઓક્શન લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી 28 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 કલાકે કેરળના કોચી ખાતે ઓક્શન ટેબલ સજશે, જ્યાં કુલ 146 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. આ મિની-ઓક્શનમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે તમામ પાંચ ફ્રેન્ચાઈઝીઓ પાસે થઈને માત્ર 27 સ્લોટ જ ખાલી છે, જેના કારણે ઉપલબ્ધ જગ્યાઓ ભરવા માટે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ઓક્શન પૂલમાં સામેલ 146 ક્રિકેટરોમાં 119 ભારતીય ખેલાડીઓ છે, જેમાં 22 કેપ્ડ અને 97 અનકેપ્ડ પ્લેયર્સનો સમાવેશ થાય છે. બીજી તરફ, વિદેશી ખેલાડીઓના પૂલમાં 27 નામો છે, જેમાં એસોસિએટ દેશોના 6 ખેલાડીઓ સહિત 14 કેપ્ડ અને 13 અનકેપ્ડ ખેલાડીઓ સામેલ છે. ટીમો પાસે રહેલા કુલ 27 સ્લોટ્સમાંથી 20 જગ્યાઓ સ્થાનિક ભારતીય ખેલાડીઓ માટે છે, જ્યારે વિદેશી ક્વોટા હેઠળ માત્ર 7 ખેલાડીઓની પસંદગી થઈ શકશે. ઓક્શનમાં ખેલાડીઓની બેઝ પ્રાઈસ રૂ.50 લાખથી લઈને રૂ.10 લાખ સુધી નિર્ધારિત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની સોફિયા ડંકલે અને ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર સોફી મોલિન્યુએ સૌથી ઊંચી રૂ.50 લાખની બેઝ પ્રાઈસ કેટેગરીમાં પોતાને રજિસ્ટર કરાવ્યા છે. આ ઓક્શનમાં દરેક ટીમ પોતાની જરૂરિયાત અને પર્સ બેલેન્સ મુજબ રણનીતિ ઘડશે. સીમિત સ્લોટ્સ હોવાને કારણે ફ્રેન્ચાઈઝીઓ અનુભવી વિદેશી સ્ટાર્સ ઉપરાંત ડોમેસ્ટિક સર્કિટમાં સતત શાનદાર પ્રદર્શન કરનારા અનકેપ્ડ ભારતીય ટેલેન્ટ પર મોટી બોલી લગાવી સરપ્રાઈઝ આપી શકે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd