• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

નખત્રાણાની વીજ કંપનીના સ્ટોરમાંથી થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

ભુજ, તા. 19 : બે માસ પૂર્વે નખત્રાણા પીજીવીસીએલ વીજ કંપનીની વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી રૂા. ત્રણ લાખથી વધુના મુદ્દામાલની ચોરીનો ભેદ નખત્રાણા પોલીસે ઉકેલી લીધો છે. ગત તા. 26/8થી 27/8 દરમ્યાન થયેલી આ ચોરી અંગે જે-તે સમયે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસે આ કામના આરોપી વિકાસ વિજયભાઈ પઢિયારા (દેવીપૂજક) (રહે. માધાપર), અજય રાજુભાઈ દેવીપૂજક (ભુજ), મૂર્તિ વેનુ રાજપુત (રહે. હાલે ભુજ, મૂળ તામિલનાડુ) અને મુદ્દામાલ લેનાર વસીમ જુસબ કુંભાર (ભુજ)ને ઝડપી તેઓ પાસેથી ચોરાઉ મુદ્દામાલ વાયરના ફીંડલા આશરે વજન 800 કિ.ગ્રા. જેની કિ. રૂા. 1,68,000, એલ્યુમિનિયમની ડિશ હાર્ડવેર નંગ : 100 જેની કિં.રૂા. 37,673 તથા છકડો નં. જી.જે.- 12-બી.યુ.-5217 જેની કિં. રૂા. 1,00,000 એમ કુલ્લે રૂા. 3,05,673નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ કામગીરીમાં નખત્રાણાના પીઆઈ એ. એમ. પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. ડી. બેગડિયા, એ.એસ.આઈ. જયંતીભાઈ માજીરાણા, સબીર અલી બાયડ, હે.કો. મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી, મીત કુમાર પટેલ તથા ગમનાભાઈ સુવાતર જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd