• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

`સર' પર રાજકીય ઘમસાણ મચ્યું

નવી દિલ્હી, તા. 19 : મતદારયાદી સુધારણા (સર)  પર રાજકીય ઘમસાણ સર્જાયું હતું. કેન્દ્રીયમંત્રી કિરણ રિજ્જુએ `સર' સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પર આપેલાં નિવેદનની પ્રતિક્રિયા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આપી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, વિપક્ષ હિંસાનું સમર્થન નથી કરતો, અમારી માંગ માત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાની છે. સામે સત્તા પરિવર્તનની નહીં, નિષ્પક્ષ ચૂંટણીની માંગ કરી રહ્યા છીએ, તેવું કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં થરૂરે જણાવ્યું હતું. વિપક્ષ પણ સમજે જ છે આપણું ભારત એ ફ્રાન્સ કે બાંગલાદેશ નથી, ફ્રાન્સમાં બસ, પોલીસ મથકોને આગ લગાડવા જેવી હિંસક ઘટનાઓને અમે કદી સમર્થન નહીં આપીએ. થરૂરે કહ્યું હતું કે, વિપક્ષ શાંતિપૂર્વક વિરોધમાં વિશ્વાસ રાખે છે અને હું ખુદ પણ શાંત પ્રદર્શનોમાં જ સામેલ થયો છું. કોંગ્રેસ નેતા બોલ્યા હતા કે આ બંધારણીય મુદ્દો છે. તેનો કોઈ સરકારકને ફગાવવા કે સત્તા પલટવા સામે કોઈ સંબંધ નથી. લોકતંત્ર કોઈએ આપેલી ભેટ નથી. દેશના સામાન્ય નાગરિક તેના સંરક્ષક છે અને દરેક ભારતીયને તેનો અધિકાર છે તેવું તેમણે ઉમેર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd