• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

વિવાદિત રિઝવાનને રાહત : ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા મંજૂરી મળી

કરાંચી, તા. 19 : ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચેથી છોડીને સ્વદેશ પરત ફરવા મજબૂર બનેલા અને ગંભીર તપાસના સકંજામાં ફસાયેલા પાકિસ્તાની વિકેટકીપર-બેટર મોહમ્મદ રિઝવાન માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા રિઝવાનને સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ટૂર્નામેન્ટ `પ્રેસિડેન્ટ કપ'માં રમવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ડ્રાસિંગ રૂમની ગુપ્ત રણનીતિઓ લીક કરવા તેમજ સટ્ટાબાજી સાથે સંકળાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ રિઝવાન તપાસ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે તપાસ એજન્સી દ્વારા રિઝવાનનો મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવાયો હતો અને ટૂર અધવચ્ચેથી જ તેને ટીમમાંથી બહાર કરી તાત્કાલિક પાકિસ્તાન રવાના કરવામાં આવ્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd