ફકીરમામદ ચાકી દ્વારા : કોટડા-ચકાર (તા.ભુજ), તા. 19 : તાલુકાના
મોટા બંદરા ગામનું તોરણ બંધાયું તેથી પહેલાં ગામના સીમાડે ભેડિયા ડુંગર ઉપર મેડીવાળા
મોમાય માતાજીની સ્થાપના કરાઈ હતી. નાના-મોટા બંદરા,
નાની-મોટી તુંબડી, જાંબુડી, નરેડી અને મૂળિયા સાત ગામના ખીરાજી જાડેજા ભાયાતના કુળદેવી માના બેસણા ડુંગર
વિસ્તારના સૌથી ઊંચા ડુંગરે છે. ભેડ માતાજી (મોમાય માતાજી) મંદિર નજીક સાંઢણી સ્વાર
એ જ મોમાય મા સરાણવાળી માતાજીનું મંદિર છે ત્યાં કાછી રબારી સમાજ દ્વારા ભાદરવા સુદ
14ના પશુઓ સાથે મેળો ભરાય છે, ત્યાં પહોંચવા ચકારથી પાકો રસ્તો, લાઈટ, પાણી, બગીચાની સુવિધા છે.
સરાણવાળી માતાજીના મેળામાં ભજનો, આરાધીવાણી, નૈવેદ્ય, તો રાત્રે મહાઆરતી ઉપરાંત ઘેટાં-બકરા,
ગાય, ઊંટડીનાં દૂધથી મહાપ્રસાદ ખીર બનાવાય છે.
વ્યવસ્થા મોટા બંદરા જૂથ પંચાયત તેમજ ગામના તિલાટ સંભાળે છે.