ભુજ, તા. 19 : ભુજોડી ખાતે આવેલ શ્રી આહીર
કન્યા વિદ્યાલય ખાતે હર્ષોલ્લાસ સાથે `નવરાત્રિ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ
નવદુર્ગા પૂજન સંપન્ન કરવામાં આવ્યું. ગાયક કલાકારો તરીકે દિવાળીબેન આહીર અને
સભીબેન આહીરે ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા હતા.
વિજેતા થનાર ઉત્સાહી કન્યાઓને સંસ્થા પરિવાર તરફથી ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં
આવી હતી. શાળાના આચાર્ય ભવાનીબેન ડાંગરે સૌને આવકાર્યા હતાં, જ્યારે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ હુંબલ,
ઉપપ્રમુખ રાણાભાઈ ડાંગર અને મંત્રી શિવજીભાઈ આહીરે કન્યાઓને આશીર્વચન
પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરસાણી નિશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે હીરલબેન ડાંગર, રીતુબેન ભટ્ટ,
મિત્તલબેન ક્ષત્રિય અને બિનલબેન કાનડે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની
ફરજ બજાવી હતી. કાર્યક્રમમાં ખજાનચી રણછોડભાઈ
ડાંગર, સ્વામીજી પુરુષોત્તમદાસજી, શામજીભાઈ
ડાંગર, જીવાબાપા, ગૃહમાતા કિરણબેન રાસ્તે,
સુપરવાઇઝર બાબુભાઈ આહીર તથા સંસ્થાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.