અંજાર, તા. 19 : અંજારમાં લોલાડિયા પીઠડિયા
પરિવારના કુળદેવી શ્રી પીઠડ માતાજીનાં મંદિરે પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે નવરાત્રિ
પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ
અમાસના દિવસે માતાજીને નવાં વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવ્યાં હતા. નવરાત્રિના
પ્રથમ નોરતે કુટુંબીજનો દ્વારા ગરબાનું સ્થાપન કરી વાડીની સ્થાપના કરાઈ હતી. અખંડ જયોત
પ્રજ્વલિત રાખી આરધાના કરાઈ હતી. દરરોજ સાંજે બહેનો દ્વારા પરંપરાગત ગરબાનું ગાન કરવામાં
આવતું હતું. પરિવારજનોએ માતાજીની ઉપાસના કરી પોતાની કુળપરંપરાને જીવંત રાખી હતી. તેવું જિતેશ પીઠડિયાએ જણાવ્યું હતું.હવનાષ્ટમીના પાવન
અવસરે પીઠડ માતાજીને જુવારનું નૈવેદ્ય ધરાવી વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. માતાજીની
આરતી ઉતારવામાં આવી હતી. આ સમગ્ર આયોજન દ્વારા લોલાડિયા પીઠડિયા પરિવારે વર્ષોથી ચાલી
આવતી ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને
સંસ્કારોનું જતન કરવાનો ભાવ વ્યક્ત કરાયો હતો.