• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

માતાજીના જયઘોષ સાથે ભુજ આશાપુરા મંદિરે પતરીવિધિ સંપન્ન

ભુજ, તા. 19 : અહીંના રાજાશાહી વખતના ઐતિહાસિક એવા આશાપુરા મંદિરે માઇભક્તોના જયઘોષ વચ્ચે પારંપરિક પરંપરા અનુસાર હવનાષ્ટમીના દિવસે પતરીવિધિ ભક્તિભાવભર્યા માહોલમાં સંપન્ન થઇ હતી. રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીના આદેશાનુસાર દેવપર ઠાકોર પરિવારના કૃતાર્થસિંહ જાડેજાએ ચામર અર્પણ કર્યા બાદ પતરી ઝીલી ત્યારે મંદિર પરિસર આશાપુરા માના જયઘોષથી ગાજી ઊઠયું હતું. આઠમના દિવસે ભુજ આશાપુરા મંદિરે વહેલી સવારથી માઇભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેવપર ઠાકોર પરિવારના કૃતાર્થસિંહ એમ. જાડેજા પ્રાગમહેલ પેલેસ ટીલામેડીએ પૂજન કરી ચામર ઉપાડી ખુલ્લા પગે મંદિરે પહોંચ્યા હતા.  મંદિરના મહંત પૂજારી જનાર્દન દવેએ તેમને આવકાર આપ્યો હતો અને ગર્ભ મંદિરે દોરી ગયા હતા. માતાજીની રાજોક્ત પૂજા કરી ચામર અર્પણ કર્યા બાદ પતરી ચડાવવાની પારંપરિક વિધિ કરવામાં આવી હતી. માતાજીના મસ્તક ઉપર ચડાવેલ પતરી આશીર્વાદ સ્વરૂપે ખેસ પાથરીને ઊભેલ દેવપર ઠાકોરને મળી હતી. માતાજીના જયઘોષ સાથે કાર્ય સંપન્ન થયું હતું. પૂજનવિધિ જયેશભાઇએ કરાવી હતી. પૂજારી કવચ અને મારુતએ ગર્ભ મંદિરમાં વ્યવસ્થા સંભાળી હતી. પતરીવિધિ બાદ 700 કિલો લાપસીનો પ્રસાદ માના ભક્તોને વિતરિત કરાયો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd