• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ભુજમાં બસપોર્ટ-રેલવે સ્ટેશને યાત્રાળુઓનો ધસારો

ભુજ, તા. 11 : નવરાત્રિના પાવન પર્વે કચ્છ કુળદેવી આઈ આશાપુરા મા સમક્ષ શિશ ઝુકાવવા માટે લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા અને વાહનો મારફત માતાના મઢ પહોંચ્યા છે, ત્યારે માતાના મઢ ખાતે દર્શન કર્યા બાદ પરત ફરેલા યાત્રાળુઓના ધસારાના પગલે ભુજના બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળી હતી. માતાના મઢ ખાતે દર્શન કર્યા બાદ એસટી દ્વારા ફાળવાયેલી વિશેષ બસ મારફત યાત્રાળુઓ ભુજ પહોંચ્યા પછી  ભુજથી પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે લોકોએ બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં પડાવ નાખતાં બન્ને સ્થળે યાત્રિકોની ભારે ભીડથી કિડિયારી ઊભરતું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. એસટી તંત્ર દ્વારા માતાના મઢથી ભુજ આવેલા યાત્રાળુઓ માટે અંજાર-ગાંધીધામની લિન્ક બસ માટેની વ્યવસ્થા ગોઠવાઈ હતી, તો લાંબા અંતરની મોટા ભાગની બસોમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. આ તરફ રેલવે સ્ટેશનમાં અમદાવાદ, મુંબઈ, સુરત, નવસારી સહિતના સ્થળોથી આવેલા માઈભક્તો ટ્રેન મારફત રવાના થતાં રેલવે સ્ટેશને પણ મેળા જેવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો. બસપોર્ટ અને રેલવે સ્ટેશને આનુષંગિક વ્યવસ્થાના અભાવની ફરિયાદ પણ ઊઠી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd