મુંબઇ, તા. 20 : દેશની આર્થિક રાજધાની મુંબઇમાં
બેથી ચાર ઓક્ટોબર દરમિયાન વેપાર, ઉલ્લાસ
અને લોકકલ્યાણનો અદ્ભુત સમન્વય સર્જાશે. નેહરુ સેન્ટર વરલી ખાતે જૈન યૂથ ફોરમ અને કચ્છમિત્ર
દ્વારા વ્યાપાર ઉત્સવ-2026નું આયોજન
કરાયું છે. માત્ર વ્યાપારી પ્લેટફોર્મ માટે નહીં,
પણ સામાજિક ઉત્તરદાયિત્વના માધ્યમથી યોજાનાર વ્યાપાર ઉત્સવમાં 150થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવશે.
વ્યાપાર ઉત્સવનાં આયોજનમાંથી થનારા નફાનો ઉપયોગ કચ્છના સરહદી વિસ્તારનાં બાળકોના શિક્ષણ-વિકાસ
પાછળ સમર્પિત કરવામાં આવશે. વ્યાપાર ઉત્સવના કન્વીનર વીનેશભાઇ મામણિયાએ સમગ્ર આયોજન
અંગે સવિસ્તૃત વાત કરી વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડયો હતો. - આ સમગ્ર ઉત્સવનો મુખ્ય વિષય
શું રાખવામાં આવ્યો છે ? : આ વર્ષે `આવો,
માણો, જોડાઓ, ઊજવો - પરિવાર
સાથે વીતાવો ખાસ ક્ષણો...' આ થીમ હેઠળ પરિવારના દરેક સભ્ય માટે
ખરીદીની સાથે મનોરંજન અને આનંદનો અનોખો સેતુ બાંધવામાં આવ્યો છે. - વ્યાપાર ઉત્સવ પાછળનો મુખ્ય
ઉદ્દેશ શું છે અને નફાનો ઉપયોગ ક્યાં થશે
? : આ ઉત્સવ માત્ર વ્યાપારી પ્લેટફોર્મ નથી, પણ સામાજિક ઉત્તરદાયિત્વનું માધ્યમ છે. આ આયોજનમાં
થનારા નફાનો વિશેષ ઉપયોગ કચ્છના સરહદી વિસ્તારોમાં બાળકોના શિક્ષણ અને વિકાસ પાછળ સમર્પિત
કરવામાં આવશે. - 8 વર્ષ પહેલાં તમે `પ્રિન્સ વ્યાપાર ઉત્સવ'ના કન્વીનર હતા, ત્યારથી
લઇને આજ સુધીમાં આ ઉત્સવમાં શું બદલાવ આવ્યો છે ? : 8 વર્ષ પહેલાંના સમય કરતાં આજના
આ ઉત્સવનું કલેવર ઘણું અલગ છે. ટેક્નોલોજી, પ્રિ-રજિસ્ટ્રેશન સિસ્ટમ, ડિજિટલ માર્કેટિંગ તેમજ મુંબઇના
કેન્દ્રસ્થ સ્થાને ભવ્ય આયોજન સાથે આ ઉત્સવ હવે એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. - આ ચોક્કસ તારીખો (2થી 4 ઓક્ટોબર) પસંદ કરવા પાછળનું
શું કારણ છે ? શું તે તહેવારો
સાથે જોડાયેલ છે ? : આગામી નવરાત્રિ અને દિવાળી જેવા મહાપર્વો
નજીક આવી રહ્યાં છે. મુંબઇવાસીઓ માટે પ્રિ-નવરાત્રિ અને દિવાળીની અગાઉથી જ ઉત્તમ ખરીદી
થઇ શકે તે માટે આ સમય પસંદ કરાયો છે. - ઉત્સવમાં મુલાકાતીઓ માટે કેવા પ્રકારના સ્ટોલ્સ ઉપલબ્ધ રહેશે ? : મહિલાઓ અને
પરિવારો માટે લાઇફ સ્ટાઇલ, ફેશન,
ટ્રેડિશનલ કચ્છી વત્રો, જ્વેલરી, હેન્ડલૂમ, ગિફટ આર્ટિકલ્સ, હોમ
ડેકોર અને ઉત્તમ ખાનપાન સહિતના 150થી વધુ વૈવિધ્યસભર સ્ટોલ્સ જોવા મળશે. - મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણરૂપ
`ગોલ્ડ અને ગિફટ'ની સ્કીમ વિશે જણાવો? : પ્રત્યેક
મુલાકાતી માટે ફ્રી 200 રૂપિયાની
ગિફટ નિશ્ચિત છે અને સાથે જ દરરોજ લક્કી ડ્રોમાં 10 ગ્રામ સોનું જીતવાની સોનેરી તક મળે છે. - મુલાકાતીઓ માટે કેવા પ્રકારની
સુવિધા ઉપલબ્ધ કરાવાશે ? : મુલાકાતીઓ માટે એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન
ફ્રી છે. ઉપરાંત ફ્રી મહેંદી, નેલ આર્ટ,
ટેટૂ, કચ્છી ડ્રેસ-અપ અને ફોટોશૂટ, સ્વાસ્થ્ય અને જાગૃતિ માટે ફ્રી હેલ્થ ચેકઅપ અને એક્યુપ્રેશર સુવિધાઓ ઉપલબ્ધ
છે. - મહિલાઓ માટે ખાસ કુશળતા વર્ગશોપ
રાખવામાં આવ્યા છે ? : મહિલાઓ માટે લિપસ્ટિક મેકિંગ, સાડી ડ્રેપિંગ, કૂકિંગ
તેમજ હેર અને સ્કીન કેર વગેરે ઉપયોગી વિષયો પર વર્કશોપ યોજાશે. - મીડિયા અને પબ્લિસિટી પ્લાન
શું છે ? : પ્રચાર માટે રણનીતિ ઘડવામાં આવી છે જેમાં તમામ અગ્રેસર અખબારો, બિલબોર્ડસ, રેડિયો એડ્સ,
પી.આર. કેમ્પેઇન, ઇન્સ્ટાગ્રામ એડ્સ અને સેલિબ્રિટી
શાઉટ આઉટ્સનો સમાવેશ થાય છે. - કન્વીનર તરીકે તમને આ આયોજનમાં સૌથી મોટો પડકાર કયો લાગ્યો ? : 150થી વધુ સ્ટોલ્સનું
સંચાલન, મુંબઇ જેવા વ્યસ્ત શહેરમાં યોગ્ય સ્થળ વ્યવસ્થાપન
અને હજારો લોકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવી એ પડકાર હતો, પરંતુ ઉત્સાહી ટીમ તેમજ સારથિના સહકારથી તે સરળ બન્યું છે. - શા માટે મુંબઈના દરેક નાગરિકે
આ `વ્યાપાર ઉત્સવ 26'ની મુલાકાત લેવી જોઈએ? : અહીં એક જ
છત નીચે શુદ્ધ કચ્છી સંસ્કૃતિની ઝાંખી, ઉત્તમ ખરીદી, મનોરંજન, ફ્રી ગિફ્ટ,
સોનાંની લકી ડ્રો સ્કીમ - આ બધું જ એકસાથે પ્રાપ્ત થાય છે. - આ છે વ્યાપાર
ઉત્સવના ડાયમંડ અને સિલ્વર પાર્ટનર : અદાણી રિયાલીટી, એન્કર, ગ્રેટ વ્હાઈટ ઈલેક્ટ્રિકલ્સ, વેલ્સપન, ગુજરાત
ટૂરિઝમ, એસપીએમ ગ્રુપ, વી-ટ્રાન્સ,
વી-પ્લાય, ગાંધીધામ ચેમ્બર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ,
સમ્યક રિયાલિટીસ, બોસ, રેડિયો પાર્ટનર - બિગ એફએમ, બેકિંગ પાર્ટનર : કોટક મહિન્દ્રા બેન્ક, આઉટડોર પાર્ટનર
: બ્રાઈટ આઉટડોર મીડિયા પ્રા. લિ, ડી-ઝેડ ગ્રુપ, હોસ્પિટાલિટી પાર્ટનર : પ્રગતિ કેટરર્સ.- વ્યાપાર ઉત્સવના
કન્વીનર અને કો-કન્વીનરની યાદી : કન્વીનર : વીનેશ મામણિયા - કો-કન્વીનર : દીપક માંકડ,
મુકેશ ધોળકિયા, રૂપેશ વોરા, જિગર ગાલા, નિખિલ પંડયા, મનીષ મહેતા,
મનીષ સાવલા, વિપુલ છેડા, સીએ હિરેન સંઘવી, શિવપાલ દુબે, હુસેન વેજલાણી, અશરફ નથવાણી.