• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

મેડિકલ ઉપકરણોની કિંમતને નિયંત્રિત કરવા કેન્દ્ર કરશે પ્રયાસ

નવી દિલ્હી, તા. 20 : હોસ્પિટલોમાં મેડિકલ ઉપકરણોની મનમાની  કિંમતોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. સરકારે મેડિકલ ઉપકરણોની કિંમતને તર્કસંગત બનાવવાના મુદ્દે મેડિકલ સેક્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્ર ડ્રગ એન્ડ ફૂડ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રાઈવેટ હોસ્પિટલ લોકો પાસેથી મેડિકલ ઉપકરણની મનસ્વી રીતે કિંમતો વસૂલી રહી છે. એફડીએ કમિશનરે હોસ્પિટલના મેડિકલ ઉપકરણોની કિંમત અને એમઆરપી વચ્ચે ભારે અંતરને લઈને સવાલ ઉઠાવ્યો હતો. આ પહેલા ઓગસ્ટ મહિનામાં સ્વાસ્થય સંબંધિત સંસદીય સમિતિએ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લેવામાં આવતી રકમની મર્યાદા નક્કી કરવા ભલામણ કરી હતી. સુત્રો અનુસાર કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવ સાથે બેઠક બાદ નિર્દેશ આપ્યો હતો કે મેડિકલ સેક્ટર અને હોસ્પિટલો સાથે બેઠકો અને સંવાદ કરવામાં આવે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd