• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

ભક્તિ-સત્સંગનાં માધ્યમથી સમાજને ઉપયોગી બનો

ભુજ, તા. 20 : સાહિત્યાચાર્ય સત્સંગભૂષણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં હમીરસર કાંઠે મોટી સંખ્યામાં હરિભકતોની ઉપસ્થિતિમાં જલજીલળી ઉત્સવ અને મહારાજના અભિષેકનું આયોજન કરાયું હતું. સત્સંગભૂષણ સ્વામીએ  જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણ વરસાદમાં તળાવો ભરાયા હોય ત્યારે  પોતાના ભકતો સાથે તરાપામાં જઇને આ ઉત્સવ ઊજવતા અને ખેતરોમાં મોટી સંખ્યામાં ઊગતી કાકડી સૌને ખખવડાવતા ત્યારથી આ ઉત્સવ ઊજવવામાં આવે છે. આ તકે સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, અલ્પેશ ચંદે, કમલ ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કતિરા પાર્ટીપ્લોટ મધ્યે આયોજિત અભ્યુદય સભામાં હરિભકતોની વિશાળ ઉપસ્થિતિએ સ્વામીનું ફૂલોના અભિષેક સાથે સ્વાગત કરાયું હતું. વ્યાખ્યાનની શરૂઆતમાં અમદાવાદથી આવેલા મધુભાઇ સોનીએ શાત્રી સ્વામી આપણા ગુરુ  ધ્યાની સ્વામીના વચને રહી સત્સંગ વિચરણ કરી રહ્યા છે. કીર્તનપ્રિય સ્વામીએ  જણાવ્યું હતું કે, સ્વામીજીએ  મોરબી, મુંબઇ બાદ ભુજમાં હરિભકતોના ઘરે પધરામણી કરી સામૈયા ઉત્સવ કરી લોકોને વ્યસનમુક્ત કરાવ્યા હતા. સભાના મુખ્ય વક્તા સત્સંગભૂષણ સ્વામીએ પોતાના આશીર્વચનમાં ખાસ પૂજા અને ભક્તિ કરવા સૌને જણાવ્યું હતું.  યુવાઓને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, ભગવાન રામ પણ ગુરુ વિશ્વામિત્રની, ભગવાન કૃષ્ણ સાંદીપનિજીની અને ભગવાન સ્વામિનારાયણ ગુરુ રામાનંદ સ્વામીની ભક્તિ કરતા, તો જો ભગવાન પણ ભક્તિ કરતા, તો આપણે તો અચૂક ભક્તિ કરવી જ જોઈએ. દરમિયાન સ્વામીજીએ કચ્છ પ્રવાસમાં પાંચ દિવસ સુધી માધાપર અને ભુજના 400 જેટલા હરિભક્તોના ઘરે પાવન પગલાં કર્યાં હતાં. સ્વામીજીના કચ્છ પ્રવાસ દરમિયાન નિકુંજભાઈ ભટ્ટ, ભાવેશભાઈ ઠક્કર, સુરેશભાઈ પલણ, દિનેશભાઈ ગોર, પરાગભાઈ ઠક્કર, ચંદ્રકાંતભાઈ ભીંડે, જિજ્ઞેશ ડી. ડક્કર, જિજ્ઞેશ એન. ઠક્કર, ધ્રુવલ ઠક્કર, પ્રદીપભાઈ ગોસ્વામી, કિશોરભાઈ ભટ્ટી, સુરેશભાઈ ઠક્કર, નીલેશભાઈ ભટ્ટ, નીલેશભાઈ આર. ઠક્કર સહિતના આયોજકો, હરિભક્તો સહભાગી બન્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd