ભચાઉ, તા. 20 : ભચાઉ તાલુકાના નવા કટારિયા
માર્ગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલાં માનસ હનુમાનધામ પર દર શનિવારે હજારો ભાવિકોની
ભીડ હોય છે, ત્યારે પ્રધાનમંત્રીના
જન્મદિવસે 51 હજાર દીપ
પ્રગટાવી હનુમાનજી મહારાજની આરતી કરવામાં આવી હતી જગ્યાના ભાનુપ્રસાદભાઈ રાજગોરે કહ્યું
કે, દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે,
શ્રદ્ધાળુ ભાવિક કષ્ટમાંથી માર્ગ કાઢી શકે છે. નરેન્દ્રભાઈ ભારતની પ્રજાનું સદાય કલ્યાણ
કરવા પ્રયત્નશીલ રહે છે, તેમાં હનુમંતધામની દીવડા કાંતિ ઉમેરો
કરશે ગુજરાત સરકારના મંત્રી અને કચ્છી પ્રભારી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભાજપના સંગઠન પ્રભારી ફળજીભાઈ
ચૌધરી, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ
પ્રમુખ દેવજીભાઈ વરચંદ, તાલુકા ભાજપ પ્રમુખ નારણભાઈ આહીર,
તાલુકા પંચાયત પ્રમુખ રાજીબેન
પટેલ, યુવા કથાકાર ઉદય પ્રસાદ રાજગોર સાથે સંકુલમાં ભક્તો દ્વારા
દીવડા સાથે આરતી કરવામાં આવી હતી. દર્શન, ભોજનનો ભાવિકોએ લાભ
લીધો હતો. મોરબીના વિજયાસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ
જનકાસિંહ જાડેજા, પરાક્રમાસિંહ
જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન તથા મુંબઈ તેમજ મોરબી, રાજકોટ
અને સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભાવિકો માનસ હનુમાનધામ આવ્યા હતા. મોડી રાત સુધી
ભક્તોનો પ્રવાહ યથાવત્ રહ્યો હતો.