ભુજ, તા. 20 : અબડાસા તાલુકાના મોટી વમોટીની
વાડીમાં રહેતી 27 વર્ષીય પરિણીતા રમીલાબેન વસંતકુમાર
લખુભાઈ પારાધીએ દવા પી જીવ દીધો હતો. મૂળ નખત્રાણા
તાલુકાના નાના કાદિયાના હાલે મોટી વમોટીમાં પરેશભાઈ વેલજીભાઈ ભાનુશાલીની વાડીમાં આવેલા
મકાનમાં રહી ખેતમજૂરી કરતા વસંતકુમાર પારાધીની પત્ની રમીલાબેને ગત તા.18/9ના રાતે ખેતરમાં આવેલા પોતાની
મકાનની બહાર રાખેલી મગફળીમાં છાંટવાની દવા કોઈ અગમ્ય કારણોસર પી લેતાં તેને સારવાર
અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાની વિગતો તેના પતિ વસંતકુમારે
નલિયા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.