• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

એશિયાડના ઇતિહાસમાં ભારતનો સૌપ્રથમ એમએમએ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ફાઇટર સુચિકા તરિયાલે ઇતિહાસ રચ્યો છે. રવિવારે રમાયેલી વિમેન્સ 60 કિગ્રા મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (એમએમએ) ઇવેન્ટમાં સુચિકાએ મંગોલિયાની અલ્તાન્ચિમેગ બૈગલમાને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ઐતિહાસિક જીત સાથે જ તેણે ભારત માટે એશિયન ગેમ્સમાં સૌપ્રથમ એમએમએ મેડલ નિશ્ચિત કરી લીધો છે. હવે તે સોમવારે (21 સપ્ટેમ્બર) સેમિફાઇનલ મુકાબલામાં મેદાનમાં ઊતરશે. આ સ્પર્ધામાં સેમિફાઇનલમાં પહોંચતા જ ખેલાડીનો મેડલ પાક્કો થઈ જાય છે, કારણ કે અંતિમ ચારમાં હારનારી બંને ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવે છે. સુચિકા અનુભવી અને બહ્નમુખી પ્રતિભા ધરાવતી એથલીટ છે. તેણે જુડો, કુરાશ, જિયુ-જિત્સુ અને હવે એમએમએ એમ વિવિધ કોમ્બેટ સ્પોર્ટ્સમાં પોતાનું શાનદાર કરિયર બનાવ્યું છે. તે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જુડો અને 2023 એશિયન ગેમ્સમાં કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. વર્ષ 2024માં તે જિયુ-જિત્સુમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd