નવી દિલ્હી, તા.20 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(એઆઇ)નાં મોરચે નવી જંગ છેડવાની
તૈયારીમાં છે. તેમણે એઆઇના નિયમન માટે એક એઆઇ ફોર્સ બનાવવા માંડી છે. એઆઇનો વિકાસ ધીમો
પાડવાની ઉઠી રહેલી માગણીઓ વચ્ચે તેમણે કહ્યું હતું કે, તેઓ એઆઇ જાર(વડા અધિકારી)ની ઘોષણા પણ કરશે.
ટ્રમ્પના આ એલાન પછી એઆઇની હોડ ઓર તીવ્ર બનવાની આશંકા છે. ટ્રમ્પે એઆઇ અને ડેટા સેન્ટરોની
આલોચના કરતા લોકો ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ આ ઉદ્યોગને
જામવા દેવા માગતા નથી. કથિત ઉદાર લોકો એઆઈ ઈન્ડસ્ટ્રીને ખતમ કરવા માગે છે. ટ્રમ્પે
આગળ કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષમાં અમેરિકાને બરબાદ
કરવાનાં ઈરાદે કટ્ટરવાદી ડાબેરી ડેમોક્રેટ્સ દ્વારા જુઠાણાં ફેલાવાયાં હતાં. રશિયા,
યુક્રેન, ગ્લોબલ વોર્મિંગ, મહાભિયોગનાં નાટક, મહિલાના ખેલમાં પુરુષોની સામેલગીરી
અને હવે એઆઇનાં મુદ્દે બરબાદીની કોશિશો થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે હું
આવું થવા નહીં દઉં.