• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

નલિયાની ઘેટાં અને બકરાંના વાળ કાપવાની કાતર વિદેશ સુધી પહોંચી

નલિયા (તા. અબડાસા), તા. 6 : ઘેટાં અને બકરાંના વાળ કાપવાની ખાસ કાતર નલિયાની વિશિષ્ટ કારીગરી તરીકે ઓળખાય છે. આ કાતર વિદેશ સુધી પહોંચી ચૂકી છે. નલિયાના કચ્છી ગુજર લુહાર સમાજના કારીગર રમેશચંદ્ર વેલજી વાઘેલા બાળપણથી જ લુહારીકામ સાથે જોડાયેલા છે. આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ વધુ અભ્યાસ કરી શક્યા ન હતા, પરંતુ પોતાની કુદરતી કારીગરી અને મહેનતના બળે તેમણે લુહારીકામમાં આગવી ઓળખ બનાવી છે. નલિયાની વિશિષ્ટ કારીગરી તરીકે ઓળખાતી આ કાતરો ગુજરાત ઉપરાંત આફ્રિકા, મસ્કત, દુબઈ સહિત અનેક દેશોમાં મોકલવામાં આવે છે. તેમની બનાવેલી કાતર ગ્રાહકોમાં ઉપયોગિતા અને ગુણવત્તા માટે પસંદ કરવામાં આવે છે અને ઘણા લોકો તેને નલિયાની કારીગરીની યાદગીરી તરીકે પણ સાચવે છે. તાજેતરમાં કાસમભાઈ સુથરીવાળાએ રમેશભાઈની કારીગરી અંગે બનાવેલી રીલમાં નલિયાના પરંપરાગત હુન્નરને સોશિયલ મીડિયા પર નવી ઓળખ મેળવી છે.  

Panchang

dd