• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

પેપરલીક રોકવા જનતા સૂચનો કરે

નવી દિલ્હી, તા. 29 : કેન્દ્ર સરકારના છ સભ્યના ઉચ્ચ સત્તાધારી કાર્યદળે જાહેર પરીક્ષાઓમાં વ્યાપક સુધારા માટે જનતા પાસે સૂચન માગ્યા છે. છાત્રો, વાલીઓ, શિક્ષકો, શિક્ષણ સંસ્થાઓ, નાગરિક સંગઠનોના મત પણ માગ્યા છે. પેપરલીક જેવા અનિચ્છનીય અપરાધો રોકવા પરીક્ષા પદ્ધતિ બદલવાની તૈયારી વચ્ચે ઇમ્ફોસીસના સહસંસ્થાપક નંદન નીલેકણીનાં વડપણવાળાં કાર્યદળે કહ્યું હતું કે, 13 સપ્ટેમ્બર સુધી સૂચનો આપી શકાશે. `ટીમ નીલેકણી' ખાસ કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની પરીક્ષાઓનું સંચાલન, સુરક્ષા, પરીક્ષા ડિઝાઇન અને વ્યવસ્થામાં સુધારા કરવા પર કામ કરી રહી છે. આ ટાસ્ક ફોર્સનું લક્ષ્ય વ્યવસ્થાને સુરક્ષિત, પારદર્શક, નિષ્પક્ષ બનાવવાનું છે તેવું કેન્દ્રીય કર્મચારી મંત્રાલયે કહ્યું હતું. પરીક્ષામાં ગરબડો રોકવા, સંસ્થાગત વ્યવસ્થા મજબૂત કરવા, ટેકનિકનો ઉપયોગ અને છાત્રોની પરેશાની ઘટાડવા મુદ્દે સૂચનો મગાયાં છે.

Panchang

dd