ગાંધીધામ, તા. 29 : ગાગોદર - સામખિયાળી ધોરીમાર્ગ
ઉપર ટેઈલર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગુલમામદ અલાડના નોડેનું
મૃત્યુ થયું હતું. મેવાસા ઓવરબ્રિજ ઉપર ગત તા. 25/8ના 1.30 વાગ્યાના
અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટેઈલર નં. જી.જે.-12-બી.વી.- 3963ના ચાલકે રોડ ઉપર બેદરકારી
રીતે કોઈ પણ પ્રકારની આડશ વિના વાહન ઊભું રાખી દીધુ હતું. દરમ્યાન પાછળથી આવતું ડમ્પર
જી.જે.- 39-ટી.એ.-9980ના ચાલકને આ ઊભેલ વાહન ન દેખાતાં
અકસ્માત સર્જાયો હતો, જેમાં ભચાઉના
જુનાવાડા વિસ્તારમાં રહેતા ડમ્પરચાલક ગુલમામદ
નોડે (ઉ.વ.34)ને ગંભીર
પ્રકારની ઈજા પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીચી લીધી
હતી. આ અંગે લતીફ અલાડના નોડેની ફરિયાદીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.