ભુજ, તા. 22 : અહીંના જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ
બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સંચાલિત `સ્કોલર શિપ પ્રોજેક્ટ' અંતર્ગત જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ભુજ જૈન સમાજના પ્રતિભાશાળી તેમજ આર્થિક
રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂા.1.20 લાખની સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે જેજેસી ભુજના પ્રમુખ
કેતન મોરબિયા, મંત્રી પરેશ શેઠ તથા ગુજરાત
કો-ઓર્ડિનેટર ધર્મેશ દોશીના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશિપના ચેક એનાયત કરાયા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, સમાજ
અને દેશનું ગૌરવ વધારવા તથા જીવનમાં ઉચ્ચ શિખરો સર કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી.
સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ટ્રસ્ટ તથા જૈન જાગૃતિ સેન્ટર પ્રત્યે
કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.