હેમાંગ પટ્ટણી દ્વારા : ઓમકારેશ્વર, તા. 5 : કેન્દ્ર સરકાર પરંપારિક વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતના ઉપયોગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી દેશને આત્મનિર્ભર અને પ્રદૂષણમુક્ત બનાવવા તરફ નક્કર ડગ માંડયા છે. પવન અને સૂર્યઊર્જા સહિતના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવા સહિતના પ્રોજેક્ટ હાથ ધરાયા છે. વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક કચ્છના રણમાં સ્થાપિત કરાયો છે. એવી જ રીતે દેશનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પર સ્થાપિત કરાયો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો-ગુજરાત દ્વારા આયોજિત મધ્ય પ્રદેશ અભ્યાસ પ્રવાસ અંતર્ગત કચ્છ ગુજરાતના આ લખનાર સહિતની મીડિયા પ્રતિનિધિઓની ટીમે ઓમકારેશ્વર સ્થિત ભારતના સૌથી મોટા અને એશિયાના મોટા પૈકીના એક એવા ફ્લાટિંગ સોલાર પાવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. નર્મદા નદી પર આવેલા ઓમકારેશ્વર ડેમના બેકવોટરમાં સ્થાપિત અદ્યતન ફ્લાટિંગ સોલાર પેનલ્સ, વીજ ઉત્પાદનની જટિલ પ્રક્રિયા અને પર્યાવરણ અનુકૂળ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જટિલ અને પડકારજનક કામ
પ્લાન્ટ હેડ જિતેન્દ્ર
સાહુએ ટેકનિકલ બાબતો અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આ પ્લાન્ટ ઈજનેરી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે.
પાણીમાં સોલાર પ્લેટ લગાવવીએ પછી એની જાળવણીનું કાર્ય જટિલ અને પડકારજનક છે.
600 મેગાવોટની ક્ષમતા
આ પ્રોજેક્ટની કુલ ક્ષમતા 600 મેગાવોટ છે, જેમાંથી પ્રથમ ચરણમાં 278 મેગાવોટ ક્ષમતા સફળતાપૂર્વક કાર્યરત કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં
ગઇંઉઈ (88 ખઠ), અખઙ સોલાર (100 ખઠ) અને જઉંટગ (90 ખઠ) જેવી અગ્રણી કંપનીઓનો સમાવેશ
થાય છે. આ પ્લાન્ટ નર્મદા નદીના બેકવોટરમાં ડેમથી 12 કિલોમીટર દૂર સ્થાપિત કરવામાં આવ્યો છે.
જમીનની બચત, પાણીનું બાષ્પીભવન અટક્યું
ફ્લાટિંગ સોલાર ટેક્નોલોજીના ફાયદાઓ વિશે વાત કરતાં શ્રી સાહુએ
જણાવ્યું હતું કે, જમીન પર પ્લાન્ટ
સ્થાપવાની સરખામણીએ પાણી પર પ્લાન્ટ બનાવવાથી સૌથી મોટો ફાયદો જમીનની બચતનો થાય છે.
આશરે 300 એકરથી વધુ જમીન સંપાદન કરવાનો
ખર્ચ અને મુશ્કેલી બચે છે. આ ઉપરાંત પાણીની સપાટી પર સોલાર પેનલો હોવાથી પાણીનું બાષ્પીભવન
ઘટે છે અને પાણીની કુદરતી ઠંડકને કારણે સોલાર મોડયુલ્સનું તાપમાન નિયંત્રિત રહે છે, જેનાથી વીજ ઉત્પાદનની કાર્યક્ષમતામાં નોંધપાત્ર
વધારો થાય છે.
જાપાનીઝ તકનીકનો ઉપયોગ
આ પ્લાન્ટમાં જાપાનીઝ અદ્યતન પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવામાં આવ્યો
છે. નીચાણવાળા અને વહેતા પાણીમાં પેનલોને સ્થિર રાખવા માટે 2.8 ટન અને 3.8 ટનના કાસ્ટિંગ કોંક્રિટ બ્લોક્સ
દ્વારા `ડેડબ્લોક એન્કરિંગ અને મૂરિંગ' સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. પ્લાન્ટમાં ઉત્પન્ન
થતી ઉઈ વીજળીને ઇન્વર્ટર મારફતે 33 સટ અઈમાં રૂપાંતરિત કરી, રુનછા સબસ્ટેશનથી 42 કિલોમીટર દૂર આવેલા છૈગાંવ 400 સબ સબસ્ટેશન મારફતે સમગ્ર મધ્ય પ્રદેશની પાવરગ્રીડમાં વિતરીત
કરવામાં આવે છે.
ફ્લોટિંગ સોલારનું ઊજળું ભવિષ્ય
દેશમાં આશરે 102 ગીગાવોટ જેટલી ફ્લાટિંગ
સોલાર ઊર્જા ઉત્પાદનની ક્ષમતા રહેલી છે. કેન્દ્ર સરકારની `પીએમ સૂર્યઘર' અને અન્ય
ઊર્જા યોજનાઓ હેઠળ 2030 સુધીમાં હરિત ઊર્જાના મોટા લક્ષ્યો નિર્ધારિત કરાયા છે. ઓમકારેશ્વર
જ્યોતિર્લિંગ મંદિરની નજીક આવેલો આ ફ્લાટિંગ સોલાર પ્રોજેક્ટ માત્ર વીજ ઉત્પાદન જ નહીં, પરંતુ `ગ્રીન એનર્જી ટૂરિઝમ'ના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઊભરી રહ્યો છે.