• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

વરિષ્ઠ નાગરિકોનાં આરોગ્ય માટે પહેલ

ભુજ, તા. 4 : સમાજના વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભુજ સ્થિત કે. કે. પટેલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સિનિયર સિટીઝન કાઉન્સિલ કચ્છના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખતે હેલ્થકાર્ડનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં હોસ્પિટલના ગ્રુપ સીઈઓ ડો. મેહુલ કાલાવાડિયા તથા એમડી ફિઝિશિયન ડો. પાર્થ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝન કાઉન્સીલ કચ્છના પ્રમુખ શશીકાંતભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રાજુભાઈ પુરોહિત, ખજાનચી જયેન્દ્રસિંહ જાડેજા, મંત્રી દિલીપભાઈ જોશી, કો-ઓપ્ટેડ સભ્ય કોકિલાબેન મહેતા, સી. પી. જેઠીભાઈ તથા અબ્દુલભાઈ જુમાણી તેમજ અંદાજે 42 કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. કાલાવાડિયાએ 60 વર્ષ પછી પણ તંદુરસ્ત અને સક્રિય જીવન કેવી રીતે જીવવું, યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, માનસિક સ્વાસ્થય અને હકારાત્મક જીવનશૈલીનાં મહત્ત્વ અંગે માહિતી આપી હતી. ડો. રાઠવાએ ડાયાબિટિસથી બચવાના ઉપાયો, નિયમિત હેલ્થ ચેકઅપનું મહત્ત્વ અને આજની જીવનશૈલીમાં સ્વસ્થ કેવી રીતે રહેવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલની માર્કેટિંગ ટીમ પીઆરઓ ટીમ અને આઈટી ટીમે આયોજન સંભાળ્યું હતું. હોસ્પિટલના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે જ હોસ્પિટલ તરફથી સ્ટ્રોક (લકવો) માટે કચ્છમાં પ્રથમ વખત હોટલાઈન નંબર 02832-236001 લોન્ચ કરાયો હતો.

Panchang

dd