ભુજ, તા. 4 : અહીંની ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ
જ્ઞાતિ દ્વારા ટાઉનહોલ ખાતે વાડી નવનિર્માણ નિમિત્તે જ્ઞાતિના કલાકારો દ્વારા ઉત્થાન
નાટક રજૂ કરાયું હતું. સરસ્વતી સન્માન કાર્યક્રમમાં 10 વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા સાથે
225 બાળક અને યુવાઓને સન્માનાયા
હતા. સરસ્વતી સન્માન, સાંસ્કૃતિક
કાર્યક્રમ સાથે વડીલવંદના કાર્યક્રમનું દીપ પ્રાગટય જ્ઞાતિ પ્રમુખ આશિષભાઇ ત્રવાડી,
ઉપપ્રમુખ વિશાલભાઇ ભટ્ટ, હરેશભાઇ ઉપાધ્યાય,
વિનયભાઇ દવે, સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ રવિભાઇ ત્રવાડી,
વડીલ અંબાપ્રસાદ ત્રવાડી, ભૂપેન્દ્રભાઇ ભટ્ટ,
જગદીશભાઇ ભટ્ટ, ટ્રસ્ટી જિતેન્દ્રભાઇ દવે,
દિલીપભાઇ ત્રિપાઠી, સુરેશભાઇ દવે, ભૂપેન્દ્રભાઇ ત્રિપાઠી, વિજયભાઇ ત્રિપાઠી, સંજયભાઇ ત્રિપાઠી, કારોબારી સભ્યો, યુવા પાંખ અને મહિલા મંડળ દ્વારા કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો
દ્વારા ડાન્સ, એકપાત્રીય અભિનય, સમયની માંગ,
આજની સમસ્યા નાટક ઉત્થાન, દેશભક્તિ ગીત,
જ્યારે મહિલાઓએ તેમજ સિનિયર સિટીઝન બહેનોએ ગરબા રજૂ કર્યા હતા. નલીનીબેન
ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું. વાર્ષિક 18 કાર્યક્રમની ઝલક મીડિયા કન્વીનર કૃતાર્થ ભટ્ટ અને વિપુલ ત્રવાડી
દ્વારા ક્રીનમાં દેખાડવામાં આવી હતી. સૌપ્રથમ વખત જ્ઞાતિજનો માટે યુ-ટયુબ ચેનલ પર કાર્યક્રમ
લાઇવ બતાવવામાં આવ્યો હતો. મોડી રાત્રિ સુધી મ્યુઝિકલ હાઉઝી સંગાથે બાળકો, બહેનો અને વડીલો જૂના ગીત, માતાજીના ગરબા અને દેશભક્તિ ગીત સાથે લોકો ઝૂમી ઊઠયા હતા. પ્રથમને એર ફ્રાયર,
ટ્રોલી સ્પીકર, મિક્સર, હેન્ડ
મસાજર, 10 ગિફ્ટ હેમ્પર સાથે 21 આશ્વાસન ઇનામ અપાયાં હતાં.
કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી રામજીબાપા, ઉપકોઠારી
જાદવજીભાઇ ગોરસિયા, જીનામ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણ પૂજારા,
દિલીપભાઇ, ટ્રસ્ટી ભૂતનાથ સેવા સંસ્થા - ગજેન્દ્રસિંહ
જાડેજા, સૌરાષ્ટ્ર ટ્રસ્ટી એચ.એલ. અજાણી, રાજેશભાઇ ગોર, માંડવી, મુંદરા અંજાર,
નખત્રાણાના પ્રતિનિધિ, બ્રહ્મસમાજના યુવા પાંખ,
મહિલા પાંખ પ્રતિનિધિઓએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમની ક્રિપ્ટ
અને સંચાલન ગીતાબેન ભટ્ટ અને રીટાબેન ભટ્ટે, સાંસ્કૃતિક કાર્યક્રમનું
સંચાલન પ્રકાશભાઇ ભટ્ટ અને ચાર્મી ભટ્ટ, અનુદાન વિભાગના કીર્તિભાઇ
ભટ્ટ, જિગરભાઇ ત્રિપાઠી, અજીતભાઇ ભટ્ટ દ્વારા
સેવા અપાઈ હતી.