• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

પાલારામાં મેઘવંશી ગુર્જર સમાજ દ્વારા કચ્છી નવું વર્ષ ઊજવાયું

ભુજ, તા. 4 : અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા પાલારા ખાતે સૂચિત શૈક્ષણીક અને સામાજિક સંકુલ ખાતે કચ્છી નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. સંત ત્રિકમદાસ સાહેબ પ્રસાદી પગલાં મંદિર ખાતે આરતી, ભજન, સંતવાણી કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર ગોહિલે સૂચિત સંકુલને આગળ વધારવા સમાજે સહભાગી બનવા અનુરોધ કરતાં જણાવ્યું કે, સમાજનો વિકાસ પાયાના પથ્થરની ભૂમિકા ઉપર આધાર રાખે છે. ટ્રસ્ટી રમેશભાઈ વાણિયા, ઉપપ્રમુખ વિજયભાઈ કાગી, હરેશભાઈ ડાયાણી, શામજીભાઈ ડુંગરિયા, ડી.કે. પરમાર, મોહનભાઈ ગરવા વગેરે હાજર રહ્યા હતા. પાલાભાઈ બારોટ અને ટીમે સંતવાણી કરી હતી.

Panchang

dd