• બુધવાર, 08 જુલાઈ, 2026

નાના અંગિયા ગામે 140 વર્ષ જૂનાં વૃક્ષનું સ્થળાંતર

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 7 : નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામે મહાદેવ મંદિરના પુન:નિર્માણ કાર્ય વખતે આશરે 140 વર્ષ જૂના પીપળાનાં વૃક્ષનું સુરક્ષિત સ્થળાંતર કરી સાગનારા ફાટક સામે કચ્છી સેવાધામ સિંહ પુરુષ પક્ષી પોઇન્ટ ખાતે રોપણ કરાયું હતું. પારેશ્વર મહાદેવ શિવ નિર્માણ સમિતિ તથા કચ્છી સેવાધામ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ કાપવાને બદલે મૂળ સહિત ઉખાડી યોગ્ય રોપણ કરાયું હતું. પર્યાવરણપ્રેમી મનોજભાઇ વાઘાણીએ આ પહેલને આવકારી અન્ય સ્થળોએ પણ વૃક્ષોનું સંરક્ષણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. 

Panchang

dd