• બુધવાર, 08 જુલાઈ, 2026

ગળપાદરમાં અંગ્રેજી દારૂ જપ્ત : આરોપી ગેરહાજર

ગાંધીધામ, તા. 7 : અહીંના ગળપાદરમાં નવાવાસમાં આવેલી એક દુકાનમાંથી પોલીસે રૂા. 38,880નો દારૂ જપ્ત કર્યો હતો, પરંતુ આરોપી ગેરહાજર હતો. ગળપાદર નવાવાસમાં રહેનાર લિસ્ટેડ બુટલેગર રાહુલ વિનોદ ચૌહાણ નામના શખ્સે પોતાના મકાનની બાજુમાં આવેલી દુકાનમાં દારૂ રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ દુકાનમાંથી ગ્રીન લેબલ 750 મિ.લિ.ની 48 બોટલ, ગ્રીન લેબલ તથા રોયલ ચેલેન્જના 180 મિ.લિ.ના 60 ક્વાર્ટરિયા, કિંગફિશર બિયરના 24 ટીન એમ કુલ રૂા. 38,800નો શરાબ જપ્ત કરાયો હતો, પરંતુ આ આરોપી અહીં ગેરહાજર મળ્યો હતો.  

Panchang

dd