• શનિવાર, 20 જૂન, 2026

દરિયાકાંઠા સુરક્ષા માટે માંડવી મરીન ટાસ્ક ફોર્સની વિશેષ ડ્રાઇવ

કોડાય (તા. માંડવી), તા. 19 : રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરાઈ હતી, જે અનુસંધાને માંડવી સેક્ટર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં ક્રાંતિતીર્થથી મોઢવા સુધીના દરિયાકાંઠા વિસ્તારોમાં મરીન કમાન્ડો ટીમ દ્વારા સઘન પેટ્રાલિંગ અને ચાકિંગ કરાયું હતું. વિવિધ સ્થળોએ શંકાસ્પદ હલચલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક માછીમારો સાથે સંવાદ કરી તેમને શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી બોટો તેમજ ડ્રગ્સ સહિતના કેફી પદાર્થોની હેરફેર અંગે સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ માહિતી તાત્કાલિક પોલીસ તંત્રને પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી. 

Panchang

dd