કેરા (તા. ભુજ), તા. 15 : ચોવીસીના વેકરા ગામના
લેવા પટેલ ટ્રસ્ટ સંચાલિત સેવાભાવી શાળાને દાતાએ સ્કૂલ બસ અર્પણ કરી હતી. તાજેતરમાં
લોકાર્પણ કરાયું હતું. મૂળ નારાણપર રાવરીના શશિકાંતભાઈ પિંડોરિયા પરિવાર દ્વારા શિક્ષણ
અને આરોગ્ય સેવામાં દાન અપાઈ રહ્યું છે. અમદાવાદ સમાજના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ શિયાણીની
પુત્રી ઉર્વશી શશિકાંત પિંડોરિયાએ માવતરના ગામના ટ્રસ્ટને સ્કૂલ બસ ભેટ આપી હતી, જેના કારણે વેકરા આજુબાજુના ગામોમાં
અપડાઉન કરતા વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થયો છે. ટ્રસ્ટે દાન સ્વીકારી મહિલા દાતા
ઉર્વશીબેન અને શશિકાંતભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષણમાં અપાયેલા યોગદાન બદલ ગામ
સમાજના અગ્રણીઓએ પીઠ થાબડી હતી. અર્પણ પ્રસંગે લાગણી વ્યક્ત કરતાં દાતા પરિવારે ગામડાના
છેવાડાના વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથેનું શિક્ષણ મળી રહે તે માટે સ્માર્ટ ક્લાસની
પણ સ્કૂલને શિવજીભાઈની દીકરી ઉર્વશી શશિકાંત
પિંડોરિયા તરફથી ઓફર આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શશિકાંતભાઈએ વેકરા સ્કૂલ શરૂ થઈ ત્યારે પણ એક સ્કૂલ બસ દાન આપી હતી. ભુજમાં
લેવા પટેલ ફરતા દવાખાના બસનું અનુદાન પણ એમનું હોઈ વિશેષ સેવાને ગામે વધાવી હતી.