• મંગળવાર, 16 જૂન, 2026

વેગીલા વાયરો-ધૂળની ડમરીથી કચ્છીઓ પરેશાન

ભુજ, તા. 15 : કચ્છમાં સરેરાશ 15થી 25 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વેગીલા વાયરાનાં પગલે જિલ્લાના અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઊડી હતી. પવનની ઝડપમાં વધારાનાં કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ દરિયાકાંઠા તેમજ રણપ્રદેશના વિસ્તારોમાં પવનનું જોર વધુ જોવા મળ્યું હતું. મધ્યાહ્ન સમયે આ પવનમાં લૂનો પ્રભાવ પણ જોવા મળ્યો હતો. ભુજ, કંડલા (એ.), કંડલા પોર્ટ અને નલિયામાં 35થી 38 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 27થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હવામાન વિભાગના તાજા વર્તારામાં કચ્છમાં આગામી સપ્તાહ દરમ્યાન વરસાદી ગતિવિધિ થવાની નહીંવત સંભાવના દેખાડવામાં આવી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં ખાસ કરીને સવારના ભાગે આકાશમાં વાદળોની આવન-જાવન જોવા મળતાં નજીકના દિવસોમાં ચોમાસું બેસવાની આશા પ્રબળ બનેલી જોવા મળી રહી છે.

Panchang

dd