• મંગળવાર, 23 જુલાઈ, 2024

કચ્છમાં અંગદાન જાગૃતિ અભિયાન નવી રાહ ચીંધશે

રતનાલ, તા. 19 : અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 73મા જન્મદિવસના ઉપક્રમે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મમુઆરા ખાતે અંગદાન જાગૃતિ અભિયાન કાર્યકમ યોજાયો હતો. અંગદાનની આહ્લેક જગાડનારા સમાજસેવક દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં અંગદાન અભિયાન એક નવી રાહ બતાવશે. ઉપસ્થિત લોકોને અંગદાનના શપથ લેવડાવ્યા હતા અને અન્યોને અંગદાન અંગે પ્રેરણા પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, અંગદાન જાગૃતિના પ્રેરક કાર્યક્રમ દ્વારા સમાજમાં અંગદાન અંગે જાગૃતિ આવશે, સરકાર પણ અંગદાન જાગૃતિના પ્રયાસો કરી રહી છે. દિલીપભાઈ દેશમુખ (દાદા)ના માર્ગદર્શન હેઠળ અંગદાન જાગૃતિ અભિયાનને તેમણે બિરદાવ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાંલોકોની હાજરી કચ્છમાં અંગદાન અંગેની જાગૃતિ દર્શાવે છે.અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે, આપણા શાસ્ત્રોમાં પણ અંગદાન અંગેનો ઉલ્લેખ કરાયો છે.દધીચિ ઋષિએ પણ પોતાના અંગોનું દાન કર્યું હતું. આ અભાયનમાં  સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ તેમણે કરી હતી. કિરણ આહીર, સતીશ છાંગા, મ્યાજર છાંગા, મહેશ આહીર, ડાયાભાઇ આહીર, ગોકુલ આહીર, માવજીભાઈ આહીર, રમેશ કારા, વિપુલ આહીર, હમીર ચાવડા, માવજી આહીર, મહેન્દ્ર આહીર, રાજેશ પટેલ, રણછોડ વરચંદ, મકનજી છાંગા, રણછોડ પટેલ, રણછોડ આહીર સહિતના પંથકના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અશોક બરાડિયા અને આભારવિધિ આણદાભાઈ માતાએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang