ભુજ, તા. 22 : અહીંની જાગૃતિ વિડિયો ફિલ્મ્સ
દ્વારા ટાઉનહોલ ખાતે તાજેતરમાં સૂરમયી શામ-3 સંગીત સંધ્યાનું આયોજન હરિભાઈ ગોરના જન્મ દિવસ નિમિત્તે કરવામાં
આવ્યું હતું. દીપ પ્રાગટય મુખ્ય અતિથિવિશેષ કેશુભાઈ પટેલ (ધારાસભ્ય ભુજ), વિનોદભાઈ વરસાણી (ભુજ તાલુકા પંચાયત પ્રમુખ)
તેમજ અનિલભાઈ ગોર, ભરતભાઈ પ્રજાપતિ, રસિકભાઈ
મકવાણા, ભૂપેન્દ્રભાઈ ગોર, જટુભા રાઠોડ,
શંકરભાઈ સચદે, જોરાવરાસિંહજી રાઠોડ, નવીનભાઈ આઈયા, હિતુભાઈ ઠક્કર, ઝવેરીલાલભાઈ
સોનેજી, પ્રજ્ઞેશભાઈ
ઠક્કર, રવિભાઈ ત્રવાડી, જીતેનભાઈ ઠક્કર,
મનીષભાઈ પલણ, મહેશભાઈ રાજગોર, મિતેશભાઈ ચૌહાણ, મહેશભાઈ નારણજી રાજગોર, હિતેનભાઈ ગોર, વિનોદભાઈ રૂડાણી, દેવજીભાઈ દરજી, ધીરેનભાઈ ગોર, નીતિનભાઈ
કેશવાણી, હિંમતભાઈ જોશી, વસંતભાઈ ડી. મહેતા,
બ્રિજેશભાઈ શેઠિયા, રજનીકાંતભાઈ મહેતા,
સુરેશભાઈ ગોર, નીતિનભાઈ દાવડા દ્વારા કરવામાં આવ્યું
હતું.મુંબઈના ગાયકો સંજય સાવંત, કુસુમ ગોડરો તેમજ ભુજના જિજ્ઞાબેન
ડાભી, હર્ષદભાઈ દોશી અને પ્રકાશભાઈ ગોરે રાજકોટના રાજુભાઈ ત્રિવેદીની
ઓરકેસ્ટ્રાના સંગાથે જૂનાં નવાં ગીતો રજૂ કરી
સંગીતરસિકોને ડોલાવ્યા હતા. સંચાલન સુધીરભાઈ પાઠક તથા કાલિન્દીબેન ગોરે કર્યું હતું.
પૂર્વ કા.ઇ. રસિકભાઈ મકવાણાનું સન્માન જાગૃતિ ફિલ્મ્સના હરિભાઈ ગોર, સીટુભાઈ ગોર, શ્લોક ગોર દ્વારા મોમેન્ટો અર્પણ કરી કરાયું
હતું. અશોકભાઈ માંડલિયા, ભાવેશભાઈ ઠક્કર, ભદ્રેશભાઈ દોશી, ભરતભાઈ સોની, મિતેશ ચૌહાણ, અમરાસિંહ જાડેજા, બિમલ સિસોદિયા, રોહિતભાઈ મકવાણા તેમજ ભગીરથભાઈ કે.
ધોળકિયા સહિતનાએ સહયોગ આપ્યો હતો. ચીનથી મિશેલ
અજય મોતવાની તેમજ ઈડરના વિનોદભાઈ રૂડાણી તેમજ દેવજીભાઈ દરજી હાજર રહ્યા હતા.