• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

ભચાઉ પીજીવીસીએલ દ્વારા 76 જોડાણ કપાયા

ભચાઉ, તા. 25 : અહીં પીજીવીસીએલ દ્વારા વીજબીલ ભરપાઈ ન કરનારા 76 ગ્રાહકનાં વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યાં હતાં. અંજાર વર્તુળ કચેરીના મુખ્ય ઇજનેર શ્રી ચૌધરી, ભચાઉ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર શ્રી ચૌહાણ, અંજાર વર્તુળ કચેરીના એકાઉન્ટ ઓફિસર શ્રી મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ વીજ જોડાણ કાપવા માટેની ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં દરેક ગામના 11 બાકી લેણા ધરાવતા ગ્રાહકોનાં વીજ જોડાણ કાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર વર્તુળ કચેરીની જુદા જુદા પેટા વિભાગીય કચેરીમાંથી કુલ 15 ટીમ જોડાઇ હતી, જે કામગીરીમાં કુલ 31 લાખના 76 વીજજોડાણ સ્થળ પર જ કાપવામાં કાપવામાં આવ્યાં હતાં અને વીજ કનેક્શન કપાય તે પહેલાં જ 103 ગ્રાહકે બિલ પેટેના 30 લાખ ઓનલાઇન ભરપાઈ કર્યા હતા સાથે 18000 રૂપિયાની પુન: જોડાણની પણ વસૂલાત કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી ભચાઉ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર શ્રી ગોસ્વામીનાં આયોજન હેઠળ કરવામાં આવી હતી. આગામી સમયમાં પણ આવી જ વીજ જોડાણ કાપવાની ઝુંબેશ ચાલુ જ રહેશે. ગ્રાહકોને વીજ પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે સમયસર વીજબિલ ભરી દેવા અનરોધ કરવામાં આવ્યો હતો. 

Panchang

dd