• રવિવાર, 26 એપ્રિલ, 2026

બ્રહ્મસમાજ એકતા દાખવી પરસ્પર સહયોગ આપે

અંજાર, તા. 22 : બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજની એકતા અને પરસ્પર સહયોગ આપવા પર ભાર મૂકવા અંગેનો સર્વાનુમતે સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સવાસર નાકા ખાતે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભગવાન પરશુરામજીની શાસ્ત્રોક્તવિધિ સાથે સંસ્થાના પ્રમુખ હિરેનભાઈ ખાંડેકાના હસ્તે મહાપૂજા કરવામાં આવી હતી. મહિલા મંડળ પ્રમુખ રચનાબેન જોશી, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ વ્યાસ તથા ભૂપેન્દ્રભાઈ પંડયા, વ્રજલાલભાઈ જોશી, ભૂપેન્દ્રભાઈ રાવલ, અંકિત ભટ્ટ, દિપેનભાઇ હર્ષ, રમેશભાઈ મઢવી, રોહિતભાઈ ખાંડેકા, મહેશભાઈ ભટ્ટ, રવિભાઈ જોશી, તુષારભાઈ પંડયા, તેજસભાઈ હર્ષ, જિતેન્દ્રભાઈ મઢવી, જયેશભાઈ ત્રિવેદી, હિતેશભાઈ વ્યાસ વગેરે પણ જોડાયા હતા. ત્યારબાદ મહા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રોક્તવિધિ દેવેન કનકચંદ્ર  વ્યાસે સંપન્ન કરાવી હતી. અતુલભાઇ ઉપાધ્યાયે સહયોગ આપ્યો હતો. સ્વામિનારાયણ મંદિરના સંત  કે.પી. સ્વામી અને અન્ય સંતોએ મુખ્ય રથમાં ભગવાન  પરશુરામજીની મહાપૂજા કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જે શહેરમાં ફરી હતી. ટાઉનહોલમાં સન્માન સમારોહમાં સ્વામી રામેશ્વરાનંદજી સરસ્વતી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ભગવાન પરશુરામના આદર્શને આત્મસાત કરવાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અમૂલ્ય વારસો જાળવી રાખવા બ્રહ્મસમાજના યુવાનોને અપીલ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસે સમાજની એકતા પર ભાર મુક્યો હતો. શોભાયાત્રામાં ધર્મ ધજા પ્રીત ઔદિચ્ય, ભગવાન પરશુરામજી નૈતિક ખાંડેકા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર હીર જોષીએ ભજવ્યું હતું. 

Panchang

dd