• રવિવાર, 26 એપ્રિલ, 2026

ગાંધીધામ બાર એસો. દ્વારા સમરસતા સમાનતા દિવસ મનાવાયો

ગાંધીધામ, તા. 25 : અધિવકતા પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પૂર્વ-કચ્છ જિલ્લા તેમજ ગાંધીધામ બાર એસોસીએશનના સંયુક્તપણે ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતી અને સમરસતા અને સમાનતા દિવસ મનાવવામાં આવ્યો હતો. ગાંધીધામ બાર લાઇબ્રેરી રૂપમાં મુખ્ય વક્તા ડો. ભાણજી સોમૈયા, એમ.જી. રાણા, મદદનીશ જિલ્લા સરકારી વકીલ પૂર્વ-કચ્છ અતિથિ રહ્યા હતા. ગાંધીધામ બાર એસોસીએશનના પ્રમુખ  મયૂર ખાંડેકા, ધારાશાસ્ત્રી એસ. એસ. ગઢવી, રાજકુમાર ટી. લાલચંદાણી, મહાદેવભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને ભારતમાતાની છબી ને પુષ્પાંજલિ આપી દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તાએ બાબાસાહેબ આંબેડકરનાં જીવનકવન ઉપર પ્રકાશ પાડયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીધામ બાર એસોસીએશનના ઉપપ્રમુખ હરપાલસિંહ ઝાલા, કાનજીભાઈ ફુફલ, ધનજીભાઈ સીજુ, નારણભાઈ ગઢવી સહિતના ધારાશાસ્ત્રીઓ તેમજ મહિલા અધિવક્તા ઝવેરબેન મહેશ્વરી, દીપાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ધારાશાસ્ત્રી સાગરભાઇ મસુરિયા, રાજેશભાઈ માળી, સંજયકુમાર રાઠોડ વગેરે સહયોગી બન્યા હતા. સંચાલન મહાદેવભાઈ ડાંગરે કર્યું હતું. 

Panchang

dd