નવી દિલ્હી, 25 : (પીટીઆઈ): દિલ્હી કેપિટલ્સના
ઝડપી બોલર લુંગી એન્ગીડીની તબિયત `સ્થિર' છે અને
સ્થાનિક હોસ્પિટલમાંથી ટૂંક સમયમાં રજા`આપવામાં આવશે. અક્ષર
પટેલની ઓવરમાં પ્રિયાંસ આર્યનો કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે તેનું માથું જમીન પર જોરથી
અથડાયા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીને એમ્બ્યુલન્સમાં મેદાન પરથી લઈ જવામાં આવ્યો હતો.
તેને તબીબી તપાસ માટે અહીં ઇકઊં-મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
હતો. 30 વર્ષીય ઝડપી બોલરે માથમાં અને
ગરદનના દુખાવાની ફરિયાદ કરી હતી, પરંતુ
હાલમાં તે `િસ્થર' છે. તેવું આઈપીએલની યાદીમાં જણાવાયું છે. દિલ્હી
કેપિટલ્સના લુંગી એન્ગીડીનું પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી
વખતે માથું જમીન પર અથડાયું હતું. માથાનો દુખાવો અને ગરદનમાં પીડાની ફરિયાદ હોવાથી
તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,` આઈપીએલએ ડ પર જણાવ્યું હતું. એક સૂત્રએ જણાવ્યું હતું કે, એન્ગીડીનો સીટી સ્કેન પણ સામાન્ય આવ્યો છે અને
હાલમાં તેનું ન્યુરોસર્જન દ્વારા મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જો બધા પરિમાણો
સામાન્ય રહેશે, તો તેમને ટૂંક સમયમાં રજા આપવામાં આવે તેવી શક્યતા
છે, બીજી ઓવરના ત્રીજા બોલ પર અક્ષર પટેલના બોલ પર પંજાબના ઓપનર
પ્રિયાંશ આર્યનો કેચ પકડતી વખતે તે ઘાયલ થયો હતો.