• શનિવાર, 25 એપ્રિલ, 2026

બેટિંગ પાવર હાઉસ આરઆર-એસઆરએચ વચ્ચે નેહલે પે દેહલા ટક્કર

જયપુર, તા.24 : અત્રેના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર શુક્રવારે બીજી આઇપીએલ મેચમાં બેટિંગ પાવર હાઉસ ટીમો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે કાંટે કી ટક્કર થશે. બન્ને ટીમમાં એક એકથી ચડિયાતા પાવર હિટર્સ હોવાથી અને સપાટ વિકેટને લીધે આ મેચ હાઇ સ્કોરીંગ થવાની પૂરી સંભાવના છે. આ મુકાબલામાં ટૂર્નામેન્ટનું સૌથી વિસ્ફોટક બેટિંગ યૂનિટ આમને-સામને હશે.  સનરાઇઝર્સે ઉપરાઉપરી ત્રણ વિજય પ્રાપ્ત કરી ફોર્મ હાંસલ કરી લીધું છે. તો રાજસ્થાનને તેની પાછલી મેચમાં બેટધરોની નિષ્ફળતા વચ્ચે બોલરોના બળે લખનઉ સામે મહત્વની જીત મળી હતી. આ મેચથી સનરાઇઝર્સના નિયમિત કપ્તાન પેટ કમિન્સની વાપસીની સંભાવના છે. સનરાઇઝર્સનો ફટકાબાજ અભિષેક શર્મા શાનદાર ફોર્મ હાંસલ કરી ચૂકયો છે. તેણે 200થી વધુની સ્ટ્રાઇક રેટથી 323 રન બનાવ્યા છે. જેમાં એક તોફાની સદી (13પ) સામેલ છે. ઇનચાર્જ કેપ્ટન ઇશાન કિશન સફળતાથી ટીમને નેતૃત્વ પૂરુ પાડી રહ્યો છે. ટ્રેવિસ હેડ સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી, પણ છતાં પાવર પ્લેમાં રન કરી રહ્યો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ માટે સીઝન સારી રીતે આગળ વધી રહી છે. 7 મેચમાં પ જીતથી બીજા નંબર પર છે. જો કે તેનો ચમત્કારિક 1પ વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી પાછલી બે મેચથી પ્રેશરમાં આવી ગયો છે અને ખરાબ શોટ મારી વિકેટ ભેટમાં આપે છે. ટીમની રફતાર વૈભવ અને યશસ્વીની જોડી આજુબાજુ ફરતી રહે છે.  

Panchang

dd