• શનિવાર, 25 એપ્રિલ, 2026

ભુજના વિદ્યાર્થીઓ અને વાલીઓને રમતોત્સવમાં જોડાવા આહ્વાન

ભુજ, તા. 24 : સંસ્કાર સ્કૂલ ભુજ દ્વારા `ગો ગેમ્સ-2026' અંતર્ગત તા. 29 અને 30 એપ્રિલ બે દિવસીય રમતોત્સનનું ભુજના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે આયોજન કરાયું છે. આ રમતોત્સવમાં 14 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, બેડમિન્ટન (સિંગલ), ચેસ, સ્વામિંગ (ફ્રી સ્ટાઇલ), વોલીબોલ, કેરમ (ડબલ્સ) તેમજ વાલી સાથે બેડમિન્ટન તથા 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ માટે પીકલબોલ (ડબલ્સ), બોક્સ ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન (સિંગલ), ચેસ, સ્વામિંગ (ફ્રી સ્ટાઇલ), વોલીબોલ, ટેબલ ટેનિસ, કેરમ (ડબલ્સ) તેમજ વાલી સાથે બેડમિન્ટન તેમજ વાલીઓ માટે બોક્સ ક્રિકેટ (મિક્સ), બેડમિન્ટન (જોડીમાં), રસ્સાખેંચ અને સ્વામિંગ (ફ્રી સ્ટાઇલ) જેવી રમતોનું આયોજન કરાયું હોવાનું જણાવાયું હતું. ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓને આપવામાં આવેલ ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી ફોર્મ તા. 27 એપ્રિલ, 2026 સુધી ભરવા અનુરોધ કરાયો છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અપાશે તેમજ વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરાશે તેવું યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd