• રવિવાર, 26 એપ્રિલ, 2026

બાંડિયારામાં સ્ટોન ક્રશરની ટોપલીમાં પડતાં યુવાનનું કમકમાટીભર્યું મોત

ભુજ / ગાંધીધામ, તા. 25 : નખત્રાણાના બાંડિયારામાં સ્ટોન ક્રશરની ટોપલીમાં પડી જતાં ગામના 25 વર્ષીય યુવાન સહદેવ કિરણ બારિયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે કોડાયમાં 18 વર્ષીય યુવતી મહેક જવેરીભાઈ મંગલભાઈ મહેશ્વરીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી હતી. આ ઉપરાંત અંજાર તાલુકાનાં મેઘપર બોરીચી વિસ્તારમાં અજાણ્યા 50 વર્ષીય પુરુષનું કોઈ કારણે મૃત્યુ થયું હતું.  નખત્રાણા તાલુકાના બાંડિયારામાં આવેલા જોગમાયા સ્ટોન ક્રશર ખાતે આજે સવારે કામ કરી રહેલો ગામનો 25 વર્ષીય યુવાન સહદેવ કિરણ યુવાનનું કમકમાટીભર્યું મોત બારિયા સ્ટોન ક્રસરની ટોપલીમાં પડી જતાં તેને માથાંમાં ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ કોડાય ગામમાં રહેતી 18 વર્ષીય યુવતી મહેક જવેરીભાઈ મંગલભાઈ મહેશ્વરી છેલ્લાં ત્રણ વર્ષથી માનસિક બીમાર હતી. આ બીમારીથી કંટાળીને રાતે 12:30 વાગ્યા અરસામાં પોતાનાં ઘરના પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કોડાય પોલીસ મથકે વિગતો જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર-ગળપાદર રોડ ઉપર જૂની આર.ટી.ઓ. કચેરી પાસે બેંક ઓફ બરોડાની બાજુમાં સર્વિસ રોડ ઉપર ગત તા. 23-04ના સાંજે 7.30 વાગ્યાના અરસામાં 50 વર્ષીય પુરુષ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા, જેને આદિપુર રામબાગ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર  અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે મોકલાયા હતા.  અહીં સારવાર અપાયા બાદ તેમને વધુ સારવાર માટે  અમદાવાદ ખસેડાયા હતા. રસ્તામાં વેલસ્પન કંપની પાસે તેમણે આંખો મીંચી લીધી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માત  નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd