ગાંધીધામ, તા. 25 : ગાંધીધામમાં આરએસએસને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે હિન્દુ
સંમેલનનાં આયોજનમાં એકતા-સંસ્કાર ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વેળાએ નાનાં
નાનાં ભૂલકાંઓ દ્વારા દેશભક્તિનાં ગીતો રજૂ કરવામાં આવ્યાં હતાં. ભારતમાતાની પૂજા-અર્ચના
કરીને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેશ્વરી સમાજના ધર્મગુરુ દામજીભાઈ માતંગ, નાગજીદાદા માતંગ, ભાવેશભાઈ
મઢવી, વક્તા ડો. ઋષિકેશ ઠક્કર, કંડલા કોમ્પ્લેક્સ
મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી, ભારતનગર મહેશ્વરી સમાજના
પ્રમુખ પ્રકાશભાઈ પાતારિયા સમાજના અગ્રણી અને હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ અખંડ પ્રતાપાસિંહ,
ધર્મેન્દ્રભાઈ મેઘાણી, કરણભાઈ ભરાડિયા,
ધરમશી મારાજ, કુમાર સિંગ, રત્નેશ રાજપૂત, ખીમજીભાઈ રોશિયા રવિભાઈ ફફલ અને મોટી
સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમ હિન્દુ સંમેલન સમિતિના મંત્રી કરણ ભરાડિયાએ જણાવ્યું
હતું.