• રવિવાર, 26 એપ્રિલ, 2026

અંજાર સોરઠિયા આહીર સમાજના વડીલોએ સમાજને એક તાંતણે બાંધવા કરેલા પ્રયાસનાં ફળ મળી રહ્યાં છે

અંજાર , તા. 25 : અહીંના યદુવંશી સોરઠિયા આહીર મહાજન તેમજ સમૂહલગ્ન સમિતિ દ્વારા 41મા સમૂહલગ્ન સમારોહમાં 11 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. અખાત્રીજના કૃષ્ણવાડી ખાતે આયાજિત સમૂહલગ્નમાં વર-વધુનાં સામૈયા કરવામાં આવેલાં હતાં. સવારે ગણેશ સ્થાપન તથા અગ્નિની સાક્ષીએ મંગળફેરા વિધિ વિધાનપૂર્વક ભાગવતાચાર્ય અશ્વિન પંડયા તેમજ મુખ્ય આચાર્ય લાલા મહારાજ તથા અન્ય ઋષિપુત્રો દ્વારા સંપન્ન કરાવાયા હતા. ગુજરાત રાજ્યના  ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આયોજનને બિરદાવી  સમૂહલગ્ન થકી સમાજ એક તાંતણે બાંધવાનો પ્રયાસ વડીલો દ્વારા વર્ષો પહેલાં કરવામાં આવેલો હતો તેનું ફળ આજે આખો સમાજ લઈ રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. અંજાર સમાજ પ્રમુખ રમેશભાઈ કાતરિયા, ઉપપ્રમુખ મુકેશ કાપડી, ઉપપ્રમુખ મયૂર હડિયા દ્વારા ઉપસ્થિત કચ્છ આહીર સમાજ પ્રમુખ તેજાભાઈ કાનગડ, શિણાય સમાજ કાર્યકારી પ્રમુખ દિવ્યેશ બલદાણિયા, મધુબન સમાજવાડી ટ્રસ્ટી જેન્તીભાઇ હડિયા, ચંદિયા સમાજ પ્રમુખ દેવજીભાઈ સોરઠિયા, નાગોર સમાજ પ્રમુખ શામજીભાઈ કાતરિયા, માધાપર સમાજ વતી સુરેશભાઈ ચોટારાનું અભિવાદન  કરાયું હતું. મહાપ્રસાદ તેમજ સમૂહલગ્ન દાતા કૌશલ જગદીશભાઈ વાણિયા પરિવાર દ્વારા યોગદાન આપવામાં  આવ્યું હતું. દાતા પરિવાર દ્વારા  કન્યાદાન રૂપે સોનાની ચેન, કાનની બૂટી, નાકનો હીરો, ચાંદીની ગાય, વાશિંગ મશીન, ટીવી તેમજ સમાજના અન્ય દાતાઓ દ્વારા પણ  ભેટસોગાદ નવદંપતીઓને  આપવામાં આવી હતી. સ્વ. મનજીભાઈ ખેતાભાઈ બાંભણિયા, એમ.કે.સી. ગ્રુપ દ્વારા કૃષ્ણ વાડીમાં લિફ્ટ અર્પણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં 42થી 46મા સમૂહલગ્નના દાતા પાંચ વર્ષ માટે એક જ પરિવાર માધવ અજિતભાઇ કાતરિયા (વડોદરા) રહેશે. આયોજનમાં નવીનભાઈ કાતરિયા, નવીનભાઈ લાલાણી, ભદ્રેશભાઈ કાતરિયા, જગદીશ બાંભણિયા, હરીશ કાતરિયા, બાબુ કાપડી, રમેશ કાતરિયા જૂનિયર, મહેશ સોરઠિયા, દિનેશ કાપડી, રવિ કાતરિયા, ટ્રસ્ટી વિજયાબેન સોરઠિયા, સરોજબેન, કંચનબેન મેસુરાણી, કુસુમબેન સાથે સમસ્ત અંજાર મહિલા મંડળ, સતીમા પિંજોરા માતાજી ગ્રુપ, વીડી યુવા સેના દ્વારા  શ્રમદાન આપવામાં  આવ્યું હતું. સંચાલન જિતેન્દ્ર ચોટારા તેમજ મંત્રી અનિલ બાંભણિયાએ સંભાળ્યું હતું. 

Panchang

dd