• રવિવાર, 26 એપ્રિલ, 2026

અંજાર મામૈદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ આસ્થાભેર ઊજવાયો

અંજાર, તા. 25 : અહીં  મહેશપંથી સંપ્રદાયના ઇષ્ટદેવ મામૈદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવની આસ્થાભેર ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. સંપ્રદાયના પીરસાહેબ નારાયણદેવ લાલણના આશીર્વાદ સાથે આ મહોત્સવ ઊજવાયો હતો. વહેલી સવારના દાદાને પંચામૃત સ્નાન  અને ધ્વજારોહણ કરાયુ હતું. ત્યારબાદ દાદાને ભેટુ પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ  સિંધવ અને વિમળાબેન  સિંધવ દંપતીના હસ્તે બારમતીપંથ, મહાધૂપ પૂજા કરવામાં આવી હતી. સાંજે રાજેશભાઈ થારૂ અંજારની ટીમ દ્વારા મહાઆરતીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. એન. કે. ધોરિયાએ યાત્રાળુઓ અને મહેમાનોને આવકાર્યા હતા. સંચાલન રમેશભાઈ  દુગડિયા, હીરજીભાઈ  બળગાએ અને આભારવિધિ હીરજીભાઈ  નોરિયાએ કરી હતી.  માતંગ મંડળ દ્વારા જ્ઞાનશાસ્ત્ર કંથન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ શાંતિમય અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવેલા. દિવસભર હજારો યાત્રાળુ ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો. આ પ્રસંગે યાત્રાધામના પૂજારી અને ધર્મગુરુ ખીમજીદાદા માતંગ, જયેશદાદા માતંગ, માતંગ મંડળના પ્રમુખ  પચાણદાદા માતંગ, ડો. અરાવિંદભાઈ માતંગ વિગેરે હાજર રહ્યા હતા. આ વેળાએ  ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના  રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ  હિતેનભાઈ વ્યાસ, શહેર મહામંત્રી  ક્રિપાલાસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, સહપ્રભારી ડેનીભાઈ શાહ અને વસંતભાઈ કોડરાણી, પૂર્વ પ્રમુખ  વૈભવભાઇ કોડરાણી તથા અગ્રણી કિશોરભાઈ ખટાઉ, અંજાર મહેશ્વરી સમાજના અગ્રણી  રામજીભાઈ ધેડા, પૂર્વ પ્રમુખ અને ધારાશાત્રી લાલજીભાઈ મહેશ્વરી, નરેશભાઈ  થારૂચંદ્રુવદાદા યાત્રાધામના પ્રમુખ  લાલજીભાઈ માતંગ , અખિલ કચ્છ મોટા મતિયાદેવ પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા, વેલજીદાદા મતિયા ખંભરા પ્રમુખ  દેવજીભાઈ  સૂંઢા, માતઈદેવ યાત્રાધામના પ્રમુખ  લછુડાડા લાલણ, માતંગ મંડળના  સભ્યો, સેક્ટર સાત મહેશ્વરી સમાજના પ્રમુખ કરશનભાઈ પી. દનીચા, મહિલા આગેવાન કલ્પનાબેન એસ. બળગા, ગોમતીબેન ચાવડા, ઉષાબેન નોરિયા, જયાબેન ધુવા, ગૌરીબેન નોરિયા, સહયોગી દાતા  રઘુવીરાસિંહ જાડેજાઅમિતાભ  સિંધવ, રામજીભાઈ  ધુવા, મંગળભાઈ ધુવા, સમાજના ડો. વિજયભાઇ  દનીચા, ડો. પ્રતિમાબેન સંગરખિયા તથા ઉપસ્થિત મહેમાનો સન્માન  કરાયુ હતું. મંદિરના નવીનીકરણનાં કામ માટે  સામાજિક અગ્રણી  મયૂરભાઈ બળિયા (ટુંડા)એ રૂપિયા 51 હજારની જાહેરાત ને આવકારાઈ હતી. આ યાત્રા મહોત્સવને સફળ બનાવવા મંદિરના પૂજારી ખીમજીભાઈના માર્ગદર્શન તળે  આસ્થાળુઓએ સહકાર આપ્યો હતો.   

Panchang

dd