• મંગળવાર, 28 એપ્રિલ, 2026

કાર્યમાં શ્રેષ્ઠતા, ફરજમાં ચોકસાઈ એ વ્યાપાર-ઉદ્યોગની આધ્યાત્મિકતા છે

વસંત પટેલ દ્વારા : ભુજ, તા. 25 : માનવીય સંબંધો સાથે કાર્યમાં શ્રેષ્ઠતા, ફરજમાં ચોકસાઈ એ વ્યાપાર ઉદ્યોગની આધ્યાત્મિકતા છે. શ્રેષ્ઠતાના અભિગમ, સફળતા-નિષ્ફળતા, ઈશ્વરીય ઈચ્છાને આધીન છે. પ્રયત્ન આપણા હાથમાં છે. આ વિચાર વ્યાપારમાં આધ્યાત્મિકતા છે. તેવા અનેક ઉદાહરણ સાથે જાણીતા વક્તા ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ ભુજ ટાઉનહોલ ખાતે વ્યાપાર અને આધ્યાત્મિકતા સમજાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ડો. જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળવા માટે અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રેશ્મા પારગી નામના આદિવાસીએ પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખીને ગામમાં પાણીની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરેલી, સંતોને તે ગામમાં મોકલ્યા, બેઠક કરી, પત્ર લખનારને શોધી, વ્યવસ્થા કરી પાણી વહેતું થયું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તે પ્રમાણે જાણ કરી એક સંત આટલું ધ્યાન રાખે તે કર્મમાં આધ્યાત્મિકતા કહેવાય, બિરલા જેવા વિશાળ ઉદ્યોગ જૂથના માલિક કુમાર માંગલ્ય સાંજે 8 કલાકે ઘરના ડાઈનિંગ ટેલબ ઉપર આવી જાય તે વ્યવસ્થાપન ઉદ્યોગ-ધંધામાં આધ્યાત્મિકતા છે. ગમે તેટલી  પ્રવૃત્તિઓ હોય, વેપાર-ધંધો, સાહસ વિસ્તાર્યું હોય તેની સફળતા અને નિષ્ફળતા ઈશ્વરને અર્પણ કરી શકાય, તો આપઘાત કરવાનો વિચાર ન આવે અને હતાશા ઘેરી ન શકે, આ સ્થિતિને સાંખ્યયોગ કહેવાય તે પણ વ્યાપારમાં આધ્યાત્મિકતા છે. કાર્યમાં શ્રેષ્ઠતા, ફરજમાં ચોકસાઈ એ વ્યાપાર-ઉદ્યોગની આધ્યાત્મિકતા છે. માનવીય સંબંધો, કર્મચારીઓનું ધ્યાન રાખવું, નાનામાં નાના કર્મચારી પ્રત્યે સદભાવ હોવો જોઈએ. આર્થિક પ્રવૃત્તિઓમાં હાર્દિક આધ્યાત્મિકતા છે. આવા અનેક ઉદાહરણો દ્વારા પ્રખર વક્તા જ્ઞાનવત્સલ સ્વામીએ ટાઉનહોલમાં ઉપસ્થિત સમુદાયને જકડી રાખ્યો હતો. ભારતની આધ્યાત્મિક ચેતના વિશે બોલતા સ્વામીએ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજે 51થી 95 વર્ષની વયે સૌથી વધુ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કહી હતી. 1300 સંસ્થા આ વયજૂથમાં સ્થાયી હતી. ગમે તેટલી વ્યવસ્થા હોય મહિનામાં 15 દિવસ સાંજે આઠ વાગ્યે પરિવાર સાથે ભોજન લેવા હાજર ન થઈ શકે તે સૌથી નિષ્ફળ સમયપાલનનું ઉદાહરણ ગણી શકાય. ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન આયોજિત તેમજ રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન ભુજ પ્રાયોજિત `વ્યાપાર અને આધ્યાત્મિક્તા' પ્રેરણાદાયી વકતવ્યનો પ્રારંભ દીપ પ્રાગટયથી કરાયો હતો. ઉદ્ઘાટન વિધિમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મનોજભાઈ સોલંકી, ફાઉન્ડેશનના પ્રમુખ આયોજક અનિલ ગોર, રાજેન્દ્ર શાહ, નિખિલ જોશી, બીએપીએસ ભુજના વિવેકમંગલ સ્વામી સહિત હાજર રહ્યા હતા.બીએપીએસના લોકપ્રિય વક્તાને સાંભળવા ટાઉનહોલ ભરચક હતો. અનિલભાઈ ગોર અને ચેમ્બરની ટીમે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. - ભુજમાં આજે બાપ્સ દ્વારા રાત્રિસભા : ભુજ શહેરની બાપ્સ સંસ્થા દ્વારા રવિવારની સાંજે છ વાગ્યાથી રાત્રિસભા યોજાશે. શહેરના એરપોર્ટ રિંગરોડ  પર નિર્માણાધીન નૂતન બાપ્સ સ્વામિનારાયણ મંદિર સંકુલમાં જ્ઞાનવત્સલ સ્વામી વ્યાખ્યાન આપશે. 

Panchang

dd