ભુજ, તા. 31 : પર્યાવરણ અને ટકાઉપણા માટે
શ્રેષ્ઠ કાર્ય કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરવા ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 2026નો ગ્રીન ગુજરાત એવોર્ડ મૂળ
ભુજના અને હાલે ફ્રાંસની માને ફ્લેવર એન્ડ ફ્રેગ્રેન્સ મેન્યુફ્રેક્ચરર કંપનીમાં મેન્યુફેક્ચરિંગ
ડાયરેક્ટર તરીકે કાર્યરત હેત સુરેશભાઈ શાહને એનાયત કરાયો હતો. નોંધનીય છે કે, આ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાતમાં ગ્રીન એનર્જી,
પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણીય જાગૃતિ, નવીનીકરણીય
ઊર્જા અને સક્રિયા હરિયાળી પહેલ જેવા ક્ષેત્રોમાં યોગદાન આપતા લોકો-સંસ્થાઓને આપવામાં
આવે છે.